વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯ના પ્રથમ દર્દીએ કોરોનાને માત આપી ઘર વાપસી કરી

Views 187

વલસાડ, તા. ૦૩:  વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯નો પ્રથમ પોઝીટીવ દર્દી સાગર અશોકભાઇ માંગેલા મુ.માંગેલવાડ, દહેરી તા.ઉમરગામને વાપીની કોવિદ-૧૯ જનસેવા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. ડૉક્‍ટરો અને નર્સિંગ સ્‍ટાફ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. સાગર માંગેલાના બે ટેસ્‍ટ નેગેટીવ આવતાં આજરોજ રજા આપવામાં આવી હતી. સાગર માંગેલાએ કોરોનાને માત આપી હોસ્‍પિટલમાંથી બહાર આવતાંની સાથે ડૉક્‍ટર્સ તથા નર્સિંગ સ્‍ટાફ દ્વારા ઉત્‍સાહભેર ફૂલોની વર્ષા સાથે તાળીઓથી વધાવી હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ અવસરે સાગર માંગેલાએ ઘરે જતાં પહેલાં બે હાથ જોડી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *