રાધનપુરના તાલુકાના પોરાણા ગામે રહેતા રાવળ માદેવભાઈ ગોવિંદભાઈ રાવળે રાધનપુર પોલીસમાં ફરિયાદ નોધાવી જણાવ્યું હતું કે સીનાડ નજીક આવેલા તેમના ખેતરમાં ચણાના પાકની ખબર રાખવા સારૂ હું ગયો હતો, તેવા સમયે મારા ગામના રાવળ પરબતભાઈ રૂપશીભાઈ તેમના ખેતર બાજુથી રોઝડા હંકારી મારા ખેતરમાં મુકયા હતા.
મારા ખેતરમાં રોઝડા કેમ મુકયા તે બાબતે ઠપકો આપતા તેઓ અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને ધારીયા વડે હુમલો કર્યો હતો. તેવા સમયે તેમની સાથે આવેલ રાવળ નરેશભાઈ પરબતભાઈ અને રાવળ જુમાબેન પરબતભાઈએ તેમને ધોકા વડે માર મારી અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બનાવ સંદર્ભે તેમણે રાધનપુર પોલીસ મથકે રાવળ પરબતભાઈ, રાવળ નરેશભાઈ અને રાવળ જુમાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.