મહેસૂલી રેકોર્ડ આજથી ઓનલાઇન ડિજિટલી સાઈન્ડ,QR કોડ સાથે મળશે

Views 62

ઊઇ કોડથી અધિકૃતતાની ખાતરી કોઈ પણ સંસ્થા કરી શકશે

7-12, 8-અની નકલ વગેરે ઓનલાઇન મેળવી શકશો

ગુજરાતના નાગરિકોને દેવ દિવાળીથી મહેસૂલી રેકોર્ડના નમૂના નં.6, 7-12, 8-એ હવે ઓન લાઈન ઉપલબ્ધ થશે, ડીજીટલી સાઈન્ડ નકલ, અથવા ,QR પોર્ટલ પરથી મેળવી શકાશે નકલ પર ક્યુઆર કોડ ઉપલબ્ધ હશે, જેથી અધિકૃતતાની ખાતરી ઓન લાઈન કોઈ પણ વ્યક્તિ-સંસ્થા કરી શકશે, તેમ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુરુવારે જણાવ્યું હતું.

રાજ્યના મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલી રેકોર્ડના નમૂના નં.6, 7-12, 8-અ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે, રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની ગાઈડ લાઈન મુજબ સિટિઝન સેન્ટ્રિક સર્વિસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વિભાગે શરૂ કર્યો છે, નાગરિકોના જરૂરી મહેસૂલી દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.
જમીન માટેનું મહત્ત્વનું રેકોર્ડ ગામ નમૂના નં.6, 7-12, 8-અની અધિકૃત નકલો હાલ જે તાલુકા ઈ-ધરા કેન્દ્રો, ઈ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે તે હવે કોઈ પણ વ્યક્તિ ડિજિટલી સાઈન્ડ નકલ ઓન લાઈન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઈ કરવાની થતી નકલ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે, આ નકલ પર ક્યૂઆર કોડ ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન લાઈન કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કરી શકશે. મહેસૂલી સેવાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે પોર્ટલ સહિતની વ્યવસ્થા કરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *