ભાભર કોર્ટમાંથી પોલીસ રક્ષણ સાથે જતાં વ્યકિતઓ ઉપર હુમલો

Views 117

રાધનપુર જૈન બોર્ડીંગ પરા વિસ્તારના નવાજ શરીફ હુસેનભાઇ ઘાંચી તેમના પરિવારના સભ્યો સાથે ભાભર કોર્ટની મુદ્દતે પીકઅપ ડાલા નં. જીજે. 12. એ. ઝેડ. 9012માં આવ્યા હતા. જ્યાં વકીલાત કરતાં અકરમભાઇ જમાલભાઇ ઘાંચીએ ફોન કરી જુની અદાવત ચાલતી હતી તે શખ્સોને બોલાવ્યા હોવાનું જણાતાં પાલનપુર કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ રક્ષણ માંગ્યું હતુ.

જ્યાં ભાભર પોલીસ આવી હતી. દરમિયાન સાંજના સુમારે રાધનપુર જવા નીકળ્યા હતા. ત્યારે રીયાઝભાઇ મેહબુબભાઇ ઘાંચી, રાહીલભાઇ મેહબુબભાઇ ઘાંચી, મેહબુબભાઇ રહેમાનભાઇ ઘાંચી, જાબીરભાઇ રહેમાનભાઇ ઘાંચી, મુસ્તાકભાઇ રહેમાનભાઇ ઘાંચી, ઇમતિયાજભાઇ જમાલભાઇ ઘાંચી, ઇકબાલભાઇ જમાલભાઇ ઘાંચી, જમાલભાઇ રસુલભાઇ ઘાંચી, અકબરભાઇ રહેમાભાઇ ઘાંચી, સીરાજભાઇ મહેબુબભાઇ ઘાંચી, સાહીલભાઇ મેહબુબભાઇ ઘાંચી, સમીરભાઇ રફીકભાઇ ઘાંચી અને બબુભાઇ ઉસ્માનભાઇ ઘાંચીએ જીપડાલાથી પીછો કરી છુટા પથ્થરો મારી છરીથી હૂમલો કર્યો હતો. આ અંગે નવાજ શરીફે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે હે.કો. મોતીભાઇ નાનજીભાઇએ પણ હુમલો કરવા તેમજ ફરજમાં રૂકાવટ ઉભી કરનારા 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *