બેન્કોના ખાનગીકરણના ખરડાના વિરોધમાં આજે ને કાલે હડતાલ પર ‎

Views 54

ખાનગીકરણનો ખરડો પાછો ખેંચેવા યુનિયનના નેતાઓએ માગણી

શિયાળુ સત્રમાં બેન્કોના ખાનગીકરણ માટેનો ખરડો રજૂ ન કરવાની સરકારે ખાતરી ન આપતા બેઠક નિષધ

રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણ કરવાની દિશામાં આગળ વધી શકાય તે માટે સંસદના શિયાળુ સત્રમાં લાવવામાં આવી રહેલા ખરડા સામેના વિરોધમાં આવતીકાલે ૧૬મી અને ૧૭મી ડિસેમ્બરે બે દિવસની હડતાલ પાડવાના બેન્કોએ નિર્ણય કર્યો છે. બેન્કોનું તમામ કામકાજ બે દિવસ માટે અટકી જશે. ચેક ક્લિયરિંગની કામગીરી પણ ઠપ થઈ જશે, એમ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સેક્રેટરી જનરલ સી.એચ. વેંકટચલમે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આજે સાંજે બૅન્ક યુનિયનો અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા કરવા માટે બુધવારે યોજવામાં આવેલી બેઠકમાં કોઈ જ નિર્ણય પર આવી શકાયું નહોતું. સરકારે બૅન્કિંગ એક્ટ સુધારા ખરડો સંસદમાં રજૂ કરવાની ખાતરી ન આપી તેને પરિણામે હડતાલ ચાલુ રાખવાનો સાંજે નિર્ણય લેવામાં આવ્યો છે.
બેન્ક યુનિયનના નેતાઓએ માગણી કરી હતી કે સરકાર ચોખ્ખા શબ્દોમાં ખાતરી આપે કે રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો ખરડો સંસદમાં શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહિ. તેમનું કહેવું છે કે સરકારે તેના ઇરાદા અંગે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપવું જોઈએ. આ નિવેદન બીજા કોઈ તરફથી નહિ, ખુદ મંત્રી તરફથી જ થવું જોઈએ તેવી પણ તેમની માગણી છે.  તદુપરાંત સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીરકરણના એજન્ડા સાથે હવે પછી પણ આગળ વધશે નહિ તેની ખાતરી આપવી પડશે. કેન્દ્ર સરકારે અગાઉ એવો નિર્દેશ આપ્યો છે કે બેન્કિંગ લૉ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ કરી જ દેવામાં આવશે તેવું નિશ્ચિત નથી.
બેન્ક યુનિયનના નેતાઓને દહેશત છે કે એકવાર શિયાળુ સત્રમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ લિસ્ટ કરી દેવામાં આવે તે પછી કેન્દ્ર સરકાર ગમે તેમ કરીને તે ખરડો પસાર કરાવી દેશે. દસ રાષ્ટ્રીયકૃત બેન્કોને જોડીને તેમાંથી ૪ બેન્કો બનાવવાને કારણે રાષ્ટ્રીયકૃત બેન્કના પરફોર્મન્સમાં શું ફરક પડે છે તે જરાય સ્પષ્ટ થતું નથી. તેનાથી બેન્કના ખાતેદારોને શું લાભ મળે છે તે પણ સ્પષ્ટ થતું નથી.
કેન્દ્ર સરકારે બેન્કિંગ  લૉ એમેન્ડમેન્ટ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લિસ્ટ કરાવ્યું છે. આ બિલમાં બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ) એક્ટ૧૯૭૦-૧૯૮૦ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯માં સુધારો કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો માર્ગ મોકળો કરી દેવા માગે છે. સરકારે ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેરક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણના તેના ઇરાદાનો આ અગાઉ જ અણસાર આપેલો છે.
છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે ૧૪ રાષ્ટ્રીયત બેન્કોનું વિલીનીકરણ (મર્જર) કરી દીધું છે. કેબિનેટ કમિટી ઓન પ્રાઈવેટાઈઝેશને હજી સુધી કઈ બે રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તેના નામની જાહેરાત કરી નથી.
તેમનું કહેવું છે કે બેન્ક યુનિયનોએ માગણી કરી છે કે સંસદના શિયાળુ સત્રમાં બેન્કોના ખાનગીકરણની વ્યવસ્થા કરતો ખરડો ન રજૂ કરવાની સરકાર ખાતરી આપશે તો જ તેઓ આ હડતાલ પાછી ખેંચશે. અન્યથા દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કો હડતાલમાં જોડાશે. જોકે મંગળવારે આ મુદ્દે ચર્ચા કરીને સમાધાન લાવવા માટે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના નેતાઓ, બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોપાલ ભગત તથા એડિશનલ ચીફ લેબર કમિશનર એસ.સી. જોશી વચ્ચે થયેલી બેઠકમાં કોઈ નિષ્કર્ષ પર આવી શકાયું નહોતું.
ખાનગી બૅન્કોની કાર્યક્ષમતા સારી હોવાનો દાવો પોકળ 
ખાનગી બૅન્કો વધુ કાર્યક્ષમ હોવાનો દાવો પોકડ હોવાનું મહાગુજરાત બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશને એક અખબારી યાદીમાં જણાવ્યુ ંહતું. છેલ્લા બે દાયકામાં ઘણી ખાનગી બૅન્કોના વાવટા સંકેલાઈ ગયા છે. તેની સામે ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની કુલ ૧,૧૮ લાખ બ્રાન્ચ છે. તેમાં કુલ મળીને ૧૫૭ લાખ કરોડની ડિપોઝિટ છે. બૅન્કોએ મળીને ૧૧૦ લાખ કરોડનું ધિરાણ આપેલું છે. તેણે દસ વર્ષમાં ૧૪,૭૮,૨૮૯ કરોડનો કુલ નફો કર્યો છે.
કોર્પોરેટ કંપનીઓની એનપીએના કેસમાં મોટી રકમ જતી કરી હોવાથી બૅન્કની નુકસાની વધી
કોર્પોરેટ ડિફોલ્ટર્સના કેસમાં મોટી રકમના હેર કટ એટલે કે બેન્કે આપેલા ધિરાણની રકમ કરતાં ઓછી રકમમાં સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાથી બૅન્કોની નુકસાની વધી છે. તેમાં પણ બીજી મોટી કંપનીઓને જ તગડો લાભ કરાવવામાં આવ્યો છે. આ રહ્યા તેના ઉદાહરણો.
કંપની ધિરાણ સેટલમેન્ટ જતાં કર્યા ફાયદો કોને કરાવ્યો
એસ્સાર સ્ટીલ ૫૪૦૦૦ કરોડ ૪૨૦૦૦ કરોડ ૧૨૦૦૦ કરોડ આર્સેલર મિત્તલ
ભૂષણ સ્ટીલ ૫૭૦૦૦ કરોડ ૩૫૦૦૦ કરોડ ૨૨૦૦૦ કરોડ ટાટા ગુ્રપ
જ્યોથી સ્ટ્રક્ચર ૦૮૦૦૦ કરોડ ૦૩૬૦૦ કરોડ ૦૪૪૦૦ કરોડ શરદ સિંઘી
ડીએચએફએલ ૯૧૦૦૦ કરોડ ૩૭૦૦૦ કરોડ ૫૪૦૦૦ કરોડ પિરામલ ગુ્રપ
ભૂષણ પાવર ૪૮૦૦૦ કરોડ ૧૯૦૦૦ કરોડ ૨૯૦૦૦ કરોડ જેએસડબ્લુય
ઇલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ ૧૪૦૦૦ કરોડ ૦૫૦૦૦ કરોડ ૦૯૦૦૦ કરોડ વેદાન્તા
મોન્નેત ઇસ્પાત ૧૧૫૦૦ કરોડ ૦૨૮૦૦ કરોડ ૦૭૭૦૦ કરોડા જેએસડબ્લ્યુ
એમટેક ૧૩૫૦૦ કરોડ ૦૨૭૦૦ કરોડ ૧૦૮૦૦ કરોડ ડીવીઆઈએલ
આલોક ઇન્ડસ્ટ્રીઝ ૩૦૦૦૦ કરોડ ૦૫૦૦૦ કરોડ ૨૫૦૦૦ કરોડ રિલાયન્સ, જેએમ ફાઈનાન્સ
લાન્કો ઇન્ફ્રા ૪૭૦૦૦ કરોડ ૦૫૩૦૦ કરોડ ૪૧૭૦૦ કરોડ કલ્યાણ ગુ્રપ
વિડીયોકોન ૬૪૦૦૦ કરોડ ૦૨૯૦૦ કરોડ ૩૫૦૦૦ કરોડ વેદાન્તા
એબીજી શિપયાર્ડ ૨૨૦૦૦ કરોડ ૦૧૨૦૦ કરોડ ૨૦૮૦૦ કરોડ ફડચામાં
શિવાસંસ્કરણ ઇન્ડ. ૦૪૮૦૦ કરોડ ૦૦૩૨૦ કરોડ ૦૪૪૮૦ કરોડ સસરાને
કુલ ખાતા ૧૩ લોન ૪,૪૬,૮૦૦ કરોડ ૧૬૧૮૨૦ કરોડ ૬૪ ટકા રકમ
બેન્કોને નુકસાન ૨,૮૪,૯૮૦ કરોડ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *