બીઆરસી ભવન કાલોલ ખાતે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત માધ્યમિક શાળા ના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોનો સાહિત્ય નિર્માણ માર્ગદર્શન માટેનો વર્કશોપ યોજાયો.

Views 143

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત માધ્યમિક શાળા ના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોનો સાહિત્ય નિર્માણ માર્ગદર્શન માટેનો વર્કશોપ કાલોલ તાલુકાના બીઆરસી કૉ ઑ દિનેશભાઇ પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો.
આ વર્કશોપમાં કાલોલ તાલુકાના ધ્યાન સંકુલના સંયોજક અને આર એન્ડ બી હાઈસ્કૂલ ડેરોલગામ ના આચાર્ય શ્રી અતુલભાઇ પટેલ સાહેબ તથા સાતમણા હાઈસ્કૂલ માંથી નિવૃત થઈ આચાર્યશ્રી ભરતભાઈ વરિયા સાહેબ કે જેમણે ભૂતકાળમાં ગણિત-વિજ્ઞાન વિષય ના કે.આર.પી. તરીકે અને બાયસેગ સ્ટુડીયો ખાતે પણ પોતાના લેસન આપેલા છે તથા કાલોલ કન્યા ક્લસ્ટરના સી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ માછી તથા કાલોલ તાલુકાની માધ્યમિક શાળાના ગણિત-વિજ્ઞાનના કુલ ૨૧ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપમાં કાલોલ કન્યા કૃષ્ણા સી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ મા છીએ ઉપસ્થિત તમામ નું સ્વાગત કરી વર્કશોપની રૂપરેખા આપી હતી ત્યારબાદ બી.આર.સી કૉ ઓર્ડીનેટર દિનેશ કુમાર પરમાર દ્વારા સમગ્ર વર્કશોપમાં ધોરણ નવ અને 10 માં વિદ્યાર્થીઓની શીખવાની વર્તણૂક રૂચિ જીજ્ઞાશા અને પ્રેરણારૂપ બાબતો ને ધ્યાને લઇ સાહિત્ય નિર્માણ માટે વાત કરી હતી.
ત્યારબાદ વિષયવાર ટીચર સર્કલ દ્વારા શૈક્ષણિક સંશોધન અને એક્શન રિસર્ચ ની વાત કરી તથા સાહિત્ય નિર્માણ માટે બાળકો તથા શિક્ષકોને ઉપયોગી થાય તેવા સામાન્ય પુસ્તિકા મોડ્યુલ વગેરેનુ નિર્માણ કરવા બાબતે સમજ આપી ત્યારબાદ કાલોલ તાલુકાના ધ્યાન સંકુલ ના સંયોજક શ્રી અતુલભાઇ પટેલ સાહેબે વિજ્ઞાન અને ગણિત ના શિક્ષકોના કાર્ય બાબતે ખુબ સરસ વાત કરી પ્રેરણાત્મક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ શ્રી ભરતભાઈ વરિયા સાહેબે આ વર્કશોપમાં તમામ શિક્ષકોએ કઈ રીતે અને શું કામ કરવું જેનાથી નિર્માણ થયેલ સાહિત્ય તમામ શાળાઓ તથા બાળકોને ઉપયોગી થાય તે બાબતે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રોને અલ્પાહાર આપવામાં આવ્યો. બપોર બાદ ના સેશનમાં શ્રી દિનેશભાઇ પરમાર દ્વારા શિક્ષકોને એક્ટિવિટી કરવામાં આવી પછી ગણિત અને વિજ્ઞાન એમ બે જૂથમાં વહેચણી કરવામાં આવી જેમાં બંને જૂથમાં કાર્ય વહેંચણી કરવામાં આવી જેમાં કોરોના મહામારી દરમિયાન બાળકો શાળાએ નથી આવી શક્યા અને જે લર્નિંગ લોસ થયેલ છે તે નિવારી શકાય અને બાળકો નો સારી રીતે શૈક્ષણિક વિકાસ થાય તે બાબત ધ્યાનમાં રાખી શૈક્ષણિક સાહિત્ય નિર્માણ કરવાની સમજ આપી શ્રી ભરતભાઈ વરિયા સાહેબે તમામ મિત્રોને પોતાના શૈક્ષણિક અનુભવ દ્વારા આપણે કઈ રીતે સાહિત્ય નિર્માણ કરવું તથા સદર સાહિત્યમાં કેવી બાબતોનો સમાવેશ કરવો તેની ચર્ચા કરવામાં આવી.
વર્કશોપના અંતિમ સેશનમાં બીઆરસી કો ઓર્ડીનેટર દિનેશભાઇ પરમાર દ્વારા આગામી સમયમાં ફરીથી જ્યારે મીટીંગ કરવામાં આવે ત્યારે સૌ શિક્ષક મિત્રો પોતાને ફાળવેલ કામગીરીનું લેખનકાર્ય કરી આવવું તેવી સૂચના આપવામાં આવી. અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી આજના વર્કશોપ ને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો વર્કશોપ પૂર્ણ કરવામાં આવ્યો.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *