પોશીનાના કાલીકાંકર નજીકથી ખનીજવહન કરતી 2 ટ્રક પકડાઇ

Views 90

પોશીનાના કાલીકાંકર પાસેથી સોમવારે વહેલી સવારે રાજસ્થાનના બે ટ્રકો ગેરકાયદે રેતી ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની જાણ થતાં ગામ લોકો દ્વારા પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ચીમનભાઈ ગમારને જાણ કરતાં પ્રમુખ અને ગામ લોકો દ્વારા રોડ ઉપર આડશો મૂકી આ ટ્રકોને રોકી દેવાઇ હતી.

જે બાબતે પોશીના મામલતદારને જાણ કરતાં પોશીના મામલતદાર એચ. ડી.પ્રજાપતિ પોતાની ટીમ સાથે કાલીકાંકર પહોંચી તપાસ કરતાં (ટ્રક નંબર – Gj 01 ET 0078 )તથા (RJ 27 GB 0720) ના ચાલકો પાસે રેતી અંગેનું પાસ પરમીટ માંગતા રજૂ કરી શક્યા ન હતા. જેઓની પૂછપરછ કરતાં આ રેતી પોશીનાના સાલેરા પાસેથી ભરી રાજસ્થાનાના ઉદેપુર તરફ લઈ જતા હોવાનું જણાવ્યું હતું. જેથી આ બંને ટ્રકોમાં અંદાજે 44 મેટ્રિક ટન જેટલો જથ્થો ભરેલો હોઈ મામલતદારે ભૂસ્તર શાસ્ત્રી ખાણખનીજ વિભાગ ને દંડનીય કાર્યવાહી કરવા અહેવાલ મોકલી આપ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *