પાટણના તિરૂપતિ માર્કેટમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, કાપડનો જથ્થો બળીને રાખ થતા વેપારીને મોટું નુકશાન

Views 67

પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલ તિરુપતિ માર્કેટના અંદરના ગોળાઈના ભાગે ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કાપડના ગોડાઉનમાં બુધવાર મોડી સાંજે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉડતા તિરુપતિ માર્કેટના વેપારીઓમાં અફરા તફરી મચી જવા પામી હતી તો બનાવની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી મહા મુસીબતે કાપડના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેતા તિરૂપતિના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

તિરુપતિ માર્કેટના ગોળાઈના ભાગે આવેલ ગ્રાઉન્ડ ફ્લોરમાં કાપડના ગોડાઉનમાં લાગેલી આગને ગોડાઉનમાં રાખવામાં આવેલ કાપડનો મોટો જથ્થો બળીને રાખ થતાં વેપારીને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પાલિકા ના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણી નો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ની જાણ લોકોને થતા લોકો દોડી આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *