પરિણીતા પર ત્રાસ:સાંતલપુરના એક ગામની પરિણીતાને સંતાનો ન થતા તેમજ દહેજ બાબતે સાસરીયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી

Views 49

સાંતલપુરના એક ગામે રહેતી પરિણીતાને સાસરીયાઓએ દેહજ બાબતે તેમજ સંતાનો ન થતા શારીરિક માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ ફરીયાદ નોંધાવી છે.
મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
​​​​​​​
આ અંગેની મળતી માહિતી મુજબ સાંતલપુરનાં એક ગામની યુવતી તેના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે રહેતા સાસરીપક્ષના લોકો સામે એવો આક્ષેપ કર્યો છે કે, પરિણીતા પોતાના પિયરથી દહેજ લઇ આવી નથી અને સંતાન થતા નથી. તેમજ ઘરકામ બાબતે ખોટી વાતો કરી ત્રાસ આપીને પતિ દ્વારા મારઝુડ કરાવી, તું જોઇતી નથી તેમ જણાવીને તું છુટાછેડા કેમ આપતી નથી તેમ જણાવી માર માર્યો હતો. જે બાદ ઘરમાંથી કાઢી પિયરમાં મોકલી આપી હતી. તેમજ બીજીવાર સાસરે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પરિણીતાએ ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *