દેશઃ એક જ દિવસમાં 61,267 કેસ, 884ના મોત, કુલ 66.85 લાખ દર્દી

Views 58

 
ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવાને લઈ મંગળવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ઘણા દિવસો બાદ પોઝિટિવ કેસોની સંખ્યા 70 હજારની નીચે નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 61,267 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 884 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 66,85,083 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 56 લાખ 62 હજાર 491 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,19,023 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,569 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 8,10,71,797 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 10,89,403 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 5મી ઑક્ટોબરે કોરોના વાયરસના 1327 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1405 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 13 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,44,027 એ પહોંચી ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *