સ્થાનિક લોકોએ તાત્કાલિક ટેમ્પો ડ્રાઈવરને મદદ કરી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામ પાસે મોડી રાત્રે અમુલ દુધના ટેમ્પાની કેબિન જર્જરિત થતા ચાલુ ગાડીએએ તૂટી જતાં રસ્તા પર દુધની રેલમછેલ થઇ હતી.
કુકેરી ગામ પાસે દુધનો મોટી માત્રામાં જથ્થો રોડ પર ઢોળાતાં વાંસદા રોડ પર દૂધની રેલમછેલ થઈ હતી. સ્થાનિક ગ્રામજનોને ખબર પડતાં તાત્કાલિક ટેમ્પો ડ્રાઈવરને મદદ કરી હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈને ઇર્જા થઈ નહતી.