ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ:ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો, ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 150 થી 250 કરોડ

Views 140

ગુજરાત ATSની ટીમે ચોક્કસ બાતમી બાત કોસ્ટગાર્ડ સાથે મળી ઓપરેશન પાર પાડ્યું

બે દિવસ પહેલા મુન્દ્રા પોર્ટ પરથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો
ડ્રગ્સના જથ્થાની પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
                                               ડ્રગ્સના જથ્થાની પ્રતીકાત્મક તસવીર
                  દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠાનો વધુ એકવાર ડ્રગ્સના કાળા કારોબાર માટે ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે. કરોડો રૂપિયાના હેરોઈનનો જથ્થો ગુજરાતની સરહદ પર ઉતરે તે પહેલા જ દરિયામાં કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો છે. સુરક્ષા એજન્સીઓએ હેરોઈનના જથ્થા સાથે સાત ઈરાની નાગરિકોની ધરપકડ કરી છે.

કોસ્ટગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન
કોસ્ટગાર્ડ અને ATSની ટીમે સંયુક્ત ઓપેરશન હાથ ધરી ભારતીય જળસીમમાં હેરોઈનનો જથ્થો લઈ આવી રહેલી ઈરાનની એક બોટ અને ઈરાનના 7 નાગરિકોને ઝડપી પાડ્યા હતા. તમામ નાગરિકોની હાલ પૂછપરછ કરવામા આવી રહી છે. જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

                  ગુજરાત ATSના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યા મુજબ, તેઓને ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાના પ્રયાસની ચોક્કસ માહિતી મળી હતી. માહિતીના આધારે ATSએ ગુજરાત કોસ્ટગાર્ડ સાથે ઓપરેશન હાથ ધર્યું હતું. સંયુક્ત ઓપરેશન દરમિયાન ઈરાનની એક બોટ પરથી 30 થી 50 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 150થી 250 કરોડ રૂપિયા થવા જાય છે. બોટ પરથી જે લોકો મળી આવ્યા છે તે તમામ ઈરાનના નાગરિકો છે.

મુન્દ્રામાંથી પકડાયેલુ ડ્રગ્સ 3500 કરોડનું હોવાનો અંદાજ
મુન્દ્રા પોર્ટમાં ગત સપ્તાહે ટેલકમ પાઉડરની આડમાં પકડાયેલું 3500 કરોડનું હેરોઇન ઝડપાયું હતું. ઇન્ટર સિડની નામના જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યો હતો. કરોડોનો ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનના કંધારથી હસન હુસેન લિમિટેડ મારફતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યો હતો. DRIની તપાસમાં બે કન્ટેનર પૈકી એકમાંથી 18 જંબો બેગમાં રહેલા હેરોઇન અને પાઉડરની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ 3500 કરોડ આંકવામાં આવી રહી છે.

કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ બોટની ફાઈલ તસવીર
                                                         કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ બોટની ફાઈલ તસવીર

બીજું કન્ટેનર પણ ખોલવામાં આવ્યું
આજ પ્રકારનું બીજું કન્ટેનર પણ ખુલી જવા પામ્યું છે. જેનો કુલ આંકડો DRI દ્વારા જાહેર કરવામાં આવશે. આ જથ્થો કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ ખાતે લાવવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મુન્દ્રા મરીન પોલીસ સંપૂર્ણ તપાસ દરમિયાન DRIની સાથે જોડાઈ હતી. અલબત્ત મુન્દ્રા હેરોઇન મામલે અનેક મોટા માથાના નામ ખુલવાની સાંભવના છે અને તેમાં સામેલ આરોપીઓની અટક પણ કરવામાં આવી ગઈ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

જમીની સરહદે સુરક્ષા વધતા દરિયાઈ સરહદનો ઉપયોગ?
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ પંજાબ, કાશ્મીર સહિતના રાજ્યમાંથી ડ્રગ્સ ઘુસાડતા આવ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી જમીન સરહદ પર સુરક્ષા ચુસ્ત થતા ડ્રગ્સ માફિયાઓએ હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ શરૂ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ભૂતકાળમાં પણ ગુજરાતને જોડતી દરિયાઈ સીમાના માર્ગે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. નોંધનીય છે કે, કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી નશીલા પદાર્થના એકલ દોકલ પેકેટ મળી રહ્યા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *