કાલોલ શહેર મુસ્લિમ સમાજના 30 જેટલા ઈસમો ઉમરાહ ના નામે બન્યાં છેતરપીંડી નો ભોગ
કાલોલ શહેરમાં રહેતા મુસ્લિમ સમાજના ઇસમોને હજયાત્રા મક્કા મદીના પ્રવાસ કરાવવા માટે વિશ્વાસમાં લઈ મુસ્લિમ સમાજના જ આરોપીઓ યાકુબભાઈ મહમદભાઈ ટીંબાવાલા રહે ગામ-માકણ ,તા-કરજણ , જી-વડોદરા જેઓ કાલોલ મહમદી મસ્જિદ ની સામે જીગર બેટરીની ઉપરના માળે ભાડેથી ઓફીસ 2019 ના એપ્રિલ મહિનામાં રાખેલી અને ઓફિસનું નામ અમીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયાલિસ્ટ ઇન ઉમરાહ જીયારત રાખેલ હતું. અને ઓફિસના વહીવટ દાર તરીકે હાજી મુબારક દાઉદ પટેલ અને તેમના છોકરો મૂંતજીર મુબારક પટેલ તથા મેનેજર તરીકે યાકુબભાઈ મહમદભાઈ ટીબાવાલા આ ત્રણેય રહે ગામ -માકણ,તા-કરજણ ,જી-વડોદરા તથા એકાઉન્ટ મેનજર તરીકે રાખેલ ઈસમ નામે સઈદભાઈ રહે.સુરત નો જાણવા મળ્યું હતું.અને તમામ ઈસમો ભેગા મળી કાલોલ મુસ્લિમ સમાજના માણસોને ઉમરાહ પ્રવાસ કરાવવા માટે કાર્યવાહી માટે થતી ફી તથા અમારા પાસપોર્ટ ને લગતી વિગતો એકઠી કરાવી આપવા માટેની કાર્યવાહી માટે બોલાવી અલગ અલગ દિવસોમાં એપ્રિલ-2019 થી સપ્ટેમ્બર 2019 સુધી ખર્ચ પેટે કાલોલ ના કાલુશા ગફારશા દીવાન પાસેથી રૂ.3,12,000/-તથા બીજા લોકો પાસેથી રૂ.18,35,000/- કુલ મળીને રૂ.21,47,000/-તથા કાલોલ ના સાહેદોના અસલ પાસપોર્ટ આરોપીઓ એ એકબીજાની મદદથી ફરિયાદી અને અન્ય સાહેદો પાસેથી મેળવી તેઓ ને મક્કા મદીનાની હજ યાત્રા એ લઈ ગયા નહિ.અને તેમની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરીને ઉપર જણાવ્યાં મુજબના નાણાં તથા પાસપોર્ટ લઈ તેઓની ઓફીસ બંધ કરી ભાગી ગયેલ છે .આમ આ એજન્ટો એ આવા સાહેદો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદ કરી ગુન્હો કર્યાની તમામ વિગત કાલોલ મુસ્લિમ સમાજના સાહેદો અને ફરિયાદી કાલુશા ગફારશા દીવાન દ્વારા કાલોલ પોલિસ સ્ટેશનમાં જણાવેલ છે.અને આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)
કાલોલ શહેર મુસ્લિમ સમાજના 30 જેટલા ઈસમો ઉમરાહ ના નામે બન્યાં છેતરપીંડી નો ભોગ
Views 57