વરણામા પોલીસ સ્ટેશનના તા ૦૩/૦૧/૨૨ ના રોજ નોંધાયેલ ગુના માં કાલોલ ખાતે રહેતા વિરેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર મહેતા કે જેઓને ૧૨ વર્ષ અગાઉ ના બનાવ બાબતે પોલીસે આરોપી બનાવેલ જે બાબતે હાલોલ ના એડવોકેટ જીજ્ઞેશ જોશી ના માર્ગદર્શન હેઠળ તેઓએ દાખલ કરેલ આગોતરા જામીન અરજી માં નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા ૩૧/૦૧/૨૨ ના રોજ આગોતરા જામીન મંજૂર કરેલા ત્યારબાદ તેઓની ફરિયાદ રદ કરવાની અરજી માં તા ૨૩/૦૨/૨૨ ના રોજ જસ્ટિસ શ્રી વિપુલ એમ પંચોલી ની કોર્ટ માં સુનાવણી દરમ્યાન અરજદાર વિરેન્દ્ર મહેતા ના એડવોકેટ વિશાલ બી મહેતા દ્વારા મુળ ફરિયાદી દ્વારા આરોપી નં ૧ સામે રેગ્યુલર સિવિલ દાવો વડોદરા ની કોર્ટ સમક્ષ પડતર છે જેમા અરજદાર વિરેન્દ્ર મહેતા પક્ષકાર તરીકે નથી વધુમાં ફરિયાદી દ્વારા વર્ષ ૨૦૧૦ માં સોગંધનામુ કરી નાણાં આરોપી નં ૧ ને મળે તે સામે ફરિયાદી ને કોઈ વાંધો નહીં હોવાનુ જણાવેલ ઉપરાંત અરજદાર વિરેન્દ્ર મહેતા સામે ફરિયાદ માં પેઢી નામા માં સાક્ષી તરીકે સહી કરી હોવા સીવાય કોઈ આરોપ નથી અને ફરીયાદ ૧૩ વર્ષ ના લાંબા સમય બાદ નોંધાવી હોવાની દલીલો કરતા સમગ્ર ફરિયાદ ન્યાયિક પ્રક્રિયા ના દુરુપયોગ સીવાય બીજું કંઈ નથી તેવી ભાર પૂર્વક ની દલીલો બાદ જસ્ટીસ વિપુલ એમ પંચોલી દ્વારા અરજદાર વિરેન્દ્ર મહેતા સામે નામ. ગુજરાત હાઈકોર્ટ ની પૂર્વ મંજૂરી વિના ચાર્જશીટ ફાઇલ નહી કરવા નો હુકમ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ૧૨ થી ૧૩ વર્ષ અગાઉ ના વિવાદ ની ફરિયાદ માં કાલોલ ના પત્રકાર અને શિક્ષણ જગત મા અને સામાજીક અગ્રણી વિરેન્દ્ર મહેતા નું નામ આવતા તેઓના વ્યવસાયિક શત્રુઓ તેઓનું નામ ખરાબ કરવા અંદરખાનગી રીતે આગળ આવેલ અને ગમે તે ભોગે વિરેન્દ્ર મહેતા ની બદનક્ષી થાય તેવા સમાચાર થી લઈ ધરપકડ કરાવવા સક્રિય બનેલા પરતું નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અને ચાર્જશીટ બાબતે વારાફરતી બે હુકમો થતા તમામ વિરોધીઓ ભૂગર્ભ માં જતા રહ્યા છે.
કાલોલ ના પત્રકાર ને જમીન સંબધી ફરિયાદ માં હાઈકોર્ટ ની પૂર્વ મંજૂરી વિના ચાર્જશીટ ફાઇલ નહી કરવા હુકમ.
Views 75