કાલોલ ના વેજલપુર પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે કેટલાક ઈસમો નવાગામ રિછીયા ગામ નજીકથી બે ગાયોને દોરડાં વડે ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારા કે પાણીની સગવડ વગર ચાલતાં કતલ કરવાનાં ઇરાદે લઈ જાય છે તેવી બાતમી વાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતાં ગાય નંગ-૦૨ જેની કિં.રૂ.૨૦,૦૦૦/-જ્યારે મોબાઈલ ફોનની કિ. રૂ.૫૦૦/-મળી કુલ કી. રૂ.૨૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપી હુસેન સિદ્દીક ભાઈજમાલ રહે.મીઠીખાન મોહલ્લા ખદુંક સ્કૂલ પાસે ગોધરા પકડાયેલ ગયેલ હતો જ્યારે અન્ય બે આરોપી રમજાની મોહમદ ઈસ્માઈલ હયાત રહે.સાતપુલ તથા સૂફીયાન ઉસ્માન હયાત રહે.તકવા મસ્જિદની બાજુમાં લીલેસરા રોડ ગોધરા આ બે ભાગી ગયાં હતાં. તેથી તમામ આરોપીઓ એકબીજાની મદદગારી કરી ગુન્હો કરતાં તમામ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૧ ની સુધારાની ૨૦૧૭ ની કલમ ૮(૨),૮(૪),૧૦ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ -૧૧(૧)(ક) તથા જી.પી.એક્ટ ની કલમ -૧૧૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસ દ્વારા પ્રસસનીય કામગીરી કરવામાં આવી.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
કાલોલ ના નવાગામ રિછીયા ગામ પાસેથી કતલ કરવાના ઇરાદે લઈ જવાતાં ગૌવંશને બચાવી લેવાયા.
Views 52