કાલોલ તાલુકામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક સોશિયલ મીડિયા હેકર ટ્રેપનો ભોગ બન્યો:

Views 165

યુવકના ફોટાઓને બિભત્સ રીતે મોર્ફ કરીને સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવવાનો કારસો

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા પરણિત યુવકનું વોટ્સએપ અને ફેસબુક આઈડી કોઈ અજાણ્યા હેકરે હેક કરીને એ યુવકના સોશિયલ મીડિયામાં રહેલા સીધાસાદા ફોટાઓને બીભત્સ રીતે મોર્ફ કરીને હેકરે યુવકના જ વૉટ્સએપ ઉપર મોકલી આપી આ ફોટાઓ વાયરલ કરી દેવાની ધાકધમકીઓ આપીને તેની પાસે પૈસાની માગણી કરે છે. જેને પગલે હેકરનો ભોગ બનેલ યુવક પાછલા બે ત્રણ દિવસથી માનસિક તણાવમાં જોવા મળે છે. યુવકના જણાવ્યા અનુસાર અજાણ્યા હેકર દ્ધારા તેના મોબાઇલમાં રહેલા તમામ કોન્ટેક્ટ નંબરો, ડોક્યુમેન્ટ સહિત વોટ્સએપ અને ફેસબુક આઈ ડી પરના ફોટાઓ ડાઉનલોડ કરી તેને બિભત્સ રીતે છેડછાડ કરીને એ બિભત્સ ફોટાઓ તેના જ એકાઉન્ટમાં વાયરલ કરવાની ધાકધમકી આપી રહ્યો છે અને બદલામાં પૈસાની માંગણી કરી રહ્યો છે. જોકે સોશિયલ મીડિયાના આ કડવા અનુભવે યુવકની ઉંઘ ચેન હરામ કરી દેતા અંતે જાગૃત મિત્રોના માર્ગદર્શનને આધારે રાજ્ય સરકારના સાઈબર ક્રાઇમની હેલ્પલાઇન (૧૯૩૦) પર પોતાની આપવીતી જણાવતા સાયબર હેલ્પ લાઇનના કર્મીઓએ યુવકને જરૂરી આશ્વાસનો આપી સાયબર વિભાગના નિર્દેશ અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મિડિયા હેકર્સનો ભોગ બનેલ યુવકની આપવીતી અન્ય સોશિયલ મીડિયાના યુઝર્સ માટે પણ લાલબત્તી સમાન હોવાનો‌ દાખલો બની ગયો છે.

ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *