કલોલમાં યુવક પર તલવાર અને પાઇપથી હુમલો, 7 સામે ફરિયાદ

Views 115

યુવક ઉપર તલવાર અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં બન્યો હતો. તેના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી સાથે પફડાટનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે સાત હુમલાખોર શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ નાયક તેના મિત્રો સાથે કલ્યાણપુરામાં હાજર હતો. ત્યારે ત્યાં દોડી આવેલા કિશન ભાનુભાઈ બારોટ અને કલ્પેશભાઈ ભાનુભાઈ બારોટ સહિત તેના મિત્રો હાથમાં તલવાર અને લોખંડની પાઇપ લઈને એકાએક ધસી આવ્યા હતા અને જીતેન્દ્ર ઉપર તૂટી પડ્યાં હતાં. નજીકની બાબતે યુવક ઉપર લોખંડની પાઇપ અને તલવાર ઝીંકી દેવાતા જીતેન્દ્રને માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીની ધારા ફૂટી નીકળી હતી.

તેમજ ફેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી. જેથી સારવાર માટે તેને ગાંધીનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે જીતેન્દ્ર નાયકની ફરિયાદના આધારે હુમલો કરનાર કિશનભાઇ ભાનુભાઈ બારોટ અને કલ્પેશભાઈ ભાનુભાઇ બારોટ તથા અન્ય પાંચ સહિત કુલ સાત શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવના પગલે સમગ્ર કલ્યાણપુરા વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં. જાહેરમાં હથિયારો સાથે સાત શખ્સો તૂટી પડતાં લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયે હતો. જાણ થતાની સાથે દોડી વેલી પોલીસે તકેદારી દાખવતા લોકોમાં પ્રસરેલો ફફડાટ સમી ગયો હતો. હુમલાનો બનાવ બનતા થોડીવાર માટે વિસ્તારમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *