કલેક્ટર કચેરીનો સ્ટાફ હોવાની ખોટી ઓળખ આપી અંકલેશ્વર હાઇવેની હોટલમાંથી રોકડા પડાવતી ટોળકી ઝડપાઇ

Views 165

       ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે ઉપર એક હોટલ માલિકને કલેક્ટર કચેરીના સ્ટાફના હોવાની ખોટી ઓળખ આપી રોકડા રૂપિયા 01,00,000/- તથા ગુટખા અને તમાકુના જથ્થો પડાવતી ઠગ ટોળકીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી હતી.
હાલમાં ચાલી રહેલા લોકડાઉનનો અસરકારક અમલ થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે ઉપર હોટલ ઓસ્કારના સંચાલકને તા. 6 મેંના રોજ રાત્રિના સુમારે હોટલમાં 4 જેટલા અજાણ્યા પુરુષો અને 1 મહિલા આવી પોતે કલેક્ટર કચેરીના સ્ટાફનો હોવાની ખોટી ઓળખ આપી ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમ્યાન હોટલની દુકાનમાંથી ગુટખા, સિગારેટ, તમાકુ સહિત માવા-મસાલાનો જથ્થો મળી આવતા હોટલ સંચાલકને હોટલ સીલ કરવા તેમજ દંડ ભરવાની ધમકી આપી હતી, ત્યારે પતાવટ પેટે રોકડા રૂપિયા 01,00,000/- પડાવી ગુટખા અને તમાકુનો આશરે કિમત રૂપિયા 70,000/-નો જથ્થો પણ સાથે લઈ ગયા હતા.
         સમગ્ર મામલે હોટલ સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલ બાતમીના આધારે સદર ગુન્હામાં સંડોવાયેલ અંકલેશ્વરના ગુ.હા. બોર્ડમાં રહેતા અને ટીવી ટાઈમ્સ ન્યૂઝ ચેનલના પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતા સુનિલ જયસ્વાલ, સારંગપુરની મારુતિધામ સોસાયટીમાં રહેતા અને ટીવી ટાઈમ્સ ન્યૂઝ ચેનલના કેમેરામેન તરીકે પોતાની ઓળખ આપતા અરવિંદ ઉર્ફે વિજય પરમાર, નવા દીવા રહેતા જિતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌહાણ તથા સારંગપુરના મીરાનગરમાં રહેતા આકાશસિંગ સંજયસિંગને ઝડપી પાડી તમામની પૂછપરછ કરતા કલેક્ટર કચેરીના સ્ટાફના હોવાની ખોટી ઓળખ પણ આપી હતી અને પોતાનો ગુન્હો કબૂલ્યો હતો. હાલ તો પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *