BSF ગુજરાત ફ્રન્ટિયરના આઈજી રવિ ગાંધીએ ભુજ સેક્ટરના 03 દિવસના પ્રવાસ દરમિયાન, સરહદી સરક્રીક અને હરામી નાળા વિસ્તાર તેમજ જખૌ સુધીની ગુજરાતના દરિયાકાંઠે આવેલી ચોકીઓની મુલાકાત લીધી હતી. તેમણે વર્તમાન સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરી હતી અને આ વિસ્તારમાં BSF દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અને વહીવટી પગલાંની પણ સમીક્ષા કરી હતી.
આઈજી BSF ગુજરાત ફ્રન્ટિયર આઈજી સરક્રીકની આગળની ચોકીઓ પર તૈનાત સૈનિકો સાથે હોળીની ઉજવણીમાં પણ જોડાયા હતા. આ વેળાએ તેમણે જવાનોને મીઠાઈઓ અર્પણ કરી અને તેમને અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કઠિન અને પડકારજનક પરિસ્થિતિઓ છતાં ખંતપૂર્વક ફરજ બજાવવા બદલ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા અને પ્રશંસા પણ કરી હતી.