કચ્છના માંડવી બીચ પર ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા, એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો

કચ્છના માંડવી બીચ પર ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા, એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો
Views 228

સહેલાણીઓ માટે હંમેશા આકર્ષણના કેન્દ્ર સમાન રહેલા કચ્છના માંડવી બીચ પર ન્હાવાની મજા માણી રહેલા ત્રણ યુવકો ડૂબવા લાગતા અફરાતફરી મચી હતી. ડૂબી રહેલા ત્રણેય યુવકોએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક તરવૈયાઓએ તુરંત જ સ્પીડ બોટ દોડાવી ત્રણેયને ઉગારી લીધા હતા. ત્રણમાંથી એક યુવકની હાલત ગંભીર હોય તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે યુવકો ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.રમણીય બીચ પર અચાનક બૂમાબૂમ થવા લાગી માંડવીના રમણીય બીચ પર આજે બપોરના સમયે સહેલાણીઓ ન્હાવાની મોજ માણી રહ્યા હતા. તો કેટલાક સહેલાણીઓ વોટર સ્પોર્ટસની પણ મજા લઈ રહ્યા હતા. આ સમયે જ અહીં ન્હાવાની મોજ માણી રહેલા ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. સદનસીબે આ સમયે વોટર સ્પોર્ટસના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓ કાંઠા પર હાજર હોય તુરંત જ સ્પીડ બોટ દોડાવી હતી અને ડૂબી રહેલા યુવકો સુધી પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ ત્રણેયને બોટના માધ્યમથી કાંઠા પર લાવ્યા હતા..બે યુવકો ખતરાની બહાર, એકને સારવાર માટે ખસેડાયો ડૂબી રહેલા યુવકો બચાવવા માટે સ્પીડ બોટ ગણતરીની મિનિટમાં જ યુવકો સુધી પહોંચી ગઈ હતી. તેમ છતાં એક યુવક વધુ પાણી પી જવાથી તબિયત બગડી હતી. સ્થાનિક તરવૈયાઓએ કિનારા પર જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે યુવકો ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *