ઓઢવ વિસ્તારમાં અપહરણ કરી મોબાઇલ તથા રોકડા રૂપિયાની લુંટ કરતા ઈસમોને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
.
અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારુ અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વિર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર. મંડલીકસાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આપેલ.આર્થિક ગુના નિવારણ શાખા યુનિટ-૩ ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.એમ. ગામેતી નાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. શ્રી પી.વી.વસાવાનાઓ તથા સ્કોડના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન કંટ્રોલ મેસેજ આધારે ત્રણ અજાણ્યા ઇસમો એક ઓટો રીક્ષા નં- GJ-27-TB-1796 માં બેસાડી પેસેન્જરોના મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયાની લુંટ કરેલ છે. જે અંગે વોચ તપાસમાં હતાં. તે વખતે આજ રોજ ઉપરોક્ત રીક્ષા કઠવાડા તરફ જતા રોડ ઉપર મળી આવતાં જેની તપાસ કરતા તેની અંદર ત્રણ ઇસમો મળી આવેલ જેઓનો નામઠામ પુછતાં (૧) સન્ની સ/ઓ મુકેશભાઇ ઉમેશભાઇ પટણી ઉ.વ.૨૦ રહે. ગામ. કુંજાડ ખોડીયાર પાર્ટી પ્લોટની સામે તા.દસ્કોઇ જી. અમદાવાદ (૨) મનોજભાઇ સ/ઓ કરસનભાઇ ભગતભાઇ સોલંકી ઉ.વ. ૨૨ રહે. ગામ. કુંજાડ ભાવડા પાટીયા તા.દસ્કોઇ જી. અમદાવાદ (૩) સુનિલ સ/ઓ સોમાભાઇ સેંધાભાઇ પટણી ઉ.વ.૨૨ રહે. બ્લોક નં. ૨૭૧ કઢવાડા હાઉસીંગ બોર્ડ સીંગરવા કઢવાડા રોડ તા. દસ્કોઇ જી.અમદાવાદ નાઓની અંગ ઝડતી તપાસ કરતા ત્રણ મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૫,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૫૦૦/- તથા તેના કબ્જાની રીક્ષા નં. GJ-27-TB-1796 કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને સદરી ઇસમો વિરુધ્ધ સી.આર.પી.સી. ૪૧(ડી) મુજબ કાર્યવાહી કરેલ છે.ઉપરોક્ત ઈસમોની પુછપરછ દરમ્યાન હકીકત જાણવા મળેલ કે તા.૩૦/૧૨/૨૧ ના રોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૭૨૧૧૬૮૦/૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૯૨,૩૬૫,૧૧૪ મુજબનો ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે. સદરી આરોપી તથા મુદામાલ સાથે વધુ તપાસ અર્થે ઓઢવ પોલીસ સ્ટેશન નાઓને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
ઓઢવ વિસ્તારમાં અપહરણ કરી મોબાઇલ તથા રોકડા રૂપિયાની લુંટ કરતા ઈસમોને પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
Views 62