ઉત્તર પ્રદેશ ના લખીમપુર નરસંહાર ના વિરોધ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા

Views 106

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા દ્વારા ખેડૂતોની હત્યાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના કોચરબા આશ્રમ ખાતે મૌન ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ શ્રી હાર્દિક પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ સાથે હાજરી આપી.
લખીમપુર ખીરી હત્યાકાંડને 8 દિવસ થઈ ગયા, તેમ છતાં હજી સુધી કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી પોતાના પદ ઉપર યથાવત છે. એટલે અમારી સ્પષ્ટ માંગ છે કે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી રાજીનામું આપે અને તેમના પુત્ર સહિત તમામ દોષિતોની ધરપકડ કરી પીડિત ખેડૂત પરિવારોને ન્યાય આપવામાં આવે, જો પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાશે નહીં.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
અહેવાલ જગદીશ સોલંકી
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *