અડાલજના બાલાપીર ચાર રસ્તા પાસે એક ગાડીનો ડ્રાઇવર ચાવી ગાડી અંદર ભૂલીને ચા પીવા માટે ગયો હતો . ત્યારે તેની ભૂલ નો લાભ ઉઠાવી ગણતરીની મિનિટોમાં જ પાંચ લાખની ગાડી ચોરીને બે ઈસમો નાસી છુટ્યા હતા .
અડાલજ પોલીસે ચાર દિવસમાં જ બન્ને ગઠીયા ને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે . રાજસ્થાન ડુંગરપુરનાં રમેશચંદ્ર પારઘી છેલ્લા એક વર્ષથી ચેતનલાલ પારઘીના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે . સોમવારે સવારે તે ગાડીમાં રાજસ્થાનથી પેસેન્જર ભરીને અડાલજ આવ્યો હતો . ત્યારે બપોરના સમયે બાલાપીર ચાર રસ્તા પાસે ગાડી મૂકીને ચા પીવા માટે ગયો હતો . આ દરમિયાન ગાડીની ચાવી સાથે લેવાનું ભૂલી ગયો હતો . બાદમાં ત્રીસેક મિનિટ પછી પરત આવ્યો ત્યારે ગાડી જગ્યા પરથી ગાયબ થઈ ગયાનું માલુમ પડયું હતું . જેની આસપાસનાં વિસ્તારમાં તપાસ કરવા છતાં ગાડી મળી આવી ન હતી . જે અંગે તેણે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો . અગાઉ પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ થઇ હોવાથી ગાડીની ચોરી કરીને અન્વયે અડાલજ પોલીસ મથકના પીઆઈ ડી બી વાળાએ અલગ – અલગ ટીમો બનાવીને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યાં હતા .
જેનાં પગલે ચોરાયેલી ગાડી ઝુંડાલ વિસ્તારમાં હોવાની બાતમી મળતાં ડુંગરપુરનાં છબીલાલ ઉર્ફે સુભાષ ભૂરા રોત અને મહેન્દ્ર વીરેન્દ્રભાઈ ડામોરને ઝડપી લેવામાં આવ્યાં હતા . જેમની પૂછપરછ કરતાં અગાઉ પેસેન્જર બેસાડવા બાબતે રમેશચંદ્ર સાથે માથાકૂટ થઇ હતી અને તેને આર્થિક નુકશાન પહોંચાડવા માટે પાંચ લાખની ગાડી ચોરી હોવાની કબૂલાત કરી હતી . જેનાં પગલે પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
અહેવાલ : જગદીશ સોલંકી
Gandhinagar adalaj