હોટલ ગેસ્ટ હાઉસ માલિકોએ નિયમોનું પાલન કરવા આદેશ

Views 81

 
 HBN TV NEWS
તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૯                                        
મહેસાણા 
મહેસાણા જિલ્લામાં શહેરી વિસ્તારમાં તેમજ આંતરીયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા 
હોટલોમાં માલિકો નિયમોનું સુચારૂ પાલન કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે આપેલ છે.જેમાં 
પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ,ગેસ્ટ હાઉસ  વિગેરે એકમોમાં રહેવા આવનાર દરેક 
પુખ્ત મુસાફરની તેમના  હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંધ કરી-કરાવડાવી તથા તમામ મુસાફરની 
સહી લેવાની રહેશે, રજિસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી 
મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહે છે,પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક 
હોટલ-ગેસ્ટ હાઉસ વિગેરે એકમોના રીશેપ્શન કાઉન્ટર ઉપર લખાવવી તેમજ હોટલ-ગેસ્ટ હાઉસમાં 
રહેવાની સગવડ આપતા રીસેપ્શન કાઉન્ટર ઉપર મુસાફરના ઓળખકાર્ડ,ચૂંટણીકાર્ડ,ડ્રાઇવીંગ 
લાયસન્સ,કચેરીનું ઓળખ કાર્ડ,પાસપોર્ટ,વૈકલ્પિક ઓળખના પુરાવાઓ વિગેરે માંગણી કરી ઝેરોક્ષ નકલ 
લીધા બાદ હોટલમાં પ્રવેશ આપવો,પ્રવાસીઓની રહેવાની સુવિધા આપતા દરેક હોટલ-ગેસ્ટ હાઉસ વિગેરે 
એકમોમાં આવતા પ્રવાસી ગેસ્ટના વાહનોની સંપૂર્ણ વિગત દર્શાવતું રજિસ્ટર નિભાવવાનું રહેશે.દરેક 
મુસાફર પોતાની સંપુર્ણ ઓળખ ટેલીફોન નંબર,મોબાઇલ નંબર  તેમજ પ્રવાસીઓને રહેવાની સુવિધા 
આપતા હોટલ,ગેસ્ટ હાઉસ વિગેરે એકમોની નજીકના સ્થળે રહેતા મુસાફરના પરીચિત-સગા ઓળખીતાનું 
નામ,સરનામું,મોબાઇલ નંબરની વિગતોઆ રજિસ્ટરમાં નોંધવામાં આવે તે અંગેની જવાબદારી સંબધિત 
એકમના સંચાલકને નિયત કરવામાં આવે છે.મુસાફરના ઓળખ કાર્ડ,ચૂંટણી કાર્ડ,ડ્રાઇવીંગ 
લાયસન્સ,કચેરીનું ઓળખ કાર્ડ,પાસપોર્ટ વૈકલ્પિક ઓળખના પુરાવાઓ વિગેરીની સેલ્ફ એટેસ્ટેડ ફોટો કોપી 
રહેવાની સુવિધા આપતા દરેક હોટલ-ગેસ્ટ હાઉસ વિગેરે એકમોના દફતરે તારીખ વાઇઝ રાખવાની રહશે 
દરેક હોટલો  સુચનાઓનું પાલન કરે છેકે કેમ તે અંગે ૧૫ દિવસમાં એકવાર ઓચિંતી તપાસ સંબધિત 
પોલીસ સ્ટેશન અધિકારીએ કરવાની રહેશે.હોટલ માલિકોએ શંકાસ્પદ વ્યક્તિની જાણ નજીકના પોલીસ 
સ્ટેશનમાં  કરવાની રહેશે.  ઉપરાંત  હોટલ ગેસ્ટહાઉસના માલિકો ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક 
હોલ પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનુ્ં એક કોમ્પ્યુટર રાખી જેમાં અમદાવાદ 
પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ  PATHIK  સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજિસ્ટ્રરમાં થતી એન્ટ્રી  
પથીક સોફ્ટવેરમાં કરવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડની અખબારી યાદીમાં 
જણાવાયું છે.  અંગેનું જાહેરનામું  30 ઓકટોબર ૨૦૧૯  સુધી અમલમાં રહેશે.  જાહેરનામા ભંગ 
કરનાર સામે કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે.  
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *