હિંમતનગરના મોતીપુરામાં બંધ ગોડાઉનમાં લાગી આગ, ફાયર વિભાગે 2 હજાર લીટર પાણીનો મારો કરી આગ બુઝાવી

Views 129

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા બિયારણની પ્લાસ્ટીકની થેલીના બંધ ગોડાઉનમાં રવિવારે મોડી સાંજે આગ લાગી હતી. જેને લઈને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકમાં આગ બુઝાવી હતી.

પ્લાસ્ટીકની બેગના કારણે આગ વધુ પ્રસરી
મોતીપુરા વિસ્તારમાં કડીવાલા પેટ્રોલ પંપની પાછળના ભાગે આવેલી રિશી શક્તિ બિયારણના ગોડાઉનમાં બિયારણની 50 કિલોની ખાલી પ્લાસ્ટિકની બેગો બંધ ગોડાઉનમાં મૂકી રાખી હતી. જેમાં અંદાજીત 500 થી વધુ બેગો હતી. જે બંધ પડી રહેલા ગોડાઉનમાં રવિવારે સાંજે આકસ્મિક આગ લાગી હતી. પ્લાસ્ટીકની બેગના કારણે જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મીની ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગે 2 હજાર લીટર પાણીનો મારો ચલાવી દોઢ કલાકમાં ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી.

આ અંગે ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મોતીપુરા વિસ્તારમાં પરેશ શીવાભાઈ પટેલના બંધ ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ આવ્યો હતો. જ્યાં ફાયર વિભાગે પહોંચી આગ બુઝાવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *