સુરેન્દ્રનગર જીલ્લા ખેડુત એકતા મંચ દ્વારા તાલુકાનાં પ્રમુખો ની વરણી
- ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર ભાઈ રબારી ના આદેશ થી સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ રાજુભાઇ કરપડા એ વઢવાણ,પાટડી,ચુડા તાલુકા માં ખેડુત એકતા મંચના પ્રમુખ ની વરણી કરવામાં આવી છે
વઢવાણ તાલુકાના પ્રમુખ તરીકે જાદવ દિલીપસિંહ હનુભા અને મંત્રી તરીકે હડીયલ હિતેશકુમાર (વેળાવદર ) અને પાટડી તાલુકાના પ્રમુખ તરીકે ચંદનભાઈ ગજ્જર (આદરીયાણા) અને ચુડા તાલુકા પ્રમુખ તરીકે મકવાણા સરદારસિંહ ભીખુભા (બલાળા) ની ખેડુત એકતા મંચ દ્વારા નિમણૂંક આપવામાં આવી છે
આ નિમણૂક ને ગુજરાત ના પ્રમુખ સાગર ભાઈ રબારી અને આગેવાનો એ વધાવી શુભેચ્છા પાઠવી છે આ તકે સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ રાજુભાઇ કરપડા એ જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતો માટે લડત માં આ નવનિયુક્ત પ્રમુખો દ્વારા અમો ને સાથસહકાર મળશે અને આગામી સમયમાં અન્ય તાલુકાઓમાં પણ વરણી કરવામાં આવશે અને ખેડૂત એકતા મંચની મજબૂત ટીમ બનશે અને ખેડૂતો નો બુલંદ અવાજ બની ખભેખભા મિલાવી આગળ કામ કરશે