સગા બાપે બે દિકરીઓ પર દુષ્કર્મ આચર્યુ
સુરતના સલાબતપુરામાં પોલીસ ફરિયાદ
13 અને 14 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યુ
સુરતમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઘોર કળિયુગમાં એવી ઘટના બની છે કે તેના અંગે જાણી પગ નીચેથી જમીન સરકી જશે. સુરતના સલાબતપુરામાં સગા પિતાએ પોતાની 13 વર્ષની અને 14 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી છે.
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે પિતા તેના પરિવાર સાથે માન દરવાજા વિસ્તારમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત 2 પુત્રો અને 2 પુત્રીઓ છે. ત્યારે મોટી દીકરી 14 વર્ષની અને બીજી દીકરી 13 વર્ષની છે. નરાધમ બારે દીકરીઓને ઘરના રૂમમાં બોલાવી જ દુષ્કર્મ આચર્યું હતું.
પોતાની ફૂલ જેવી દીકરીઓ સાથે આ કૃત્ય આચરનાર બાપ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ એક ઘટનાએ દરેક લોકોને સતર્ક કરી દીધા છે.. આ ઘટના પરથી લાગે છે કે દીકરીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરનાર આ હેવાન બાપને કડક સજા મળે તેવું દરેક લોકો ઈચ્છે છે.
મળતી માહિતી પ્રમાણે માતાએ આ વાત ધ્યાને લીધી ન હતી. એટલુ જ નહિ પતિને આવુ ન કરવાની ચેતવણી આપીને છોડી દીધો હતો. ત્યારબાદ હેવાન પિતાની હિંમત ખુલી હતી.