સહકારી દૂધ ઉત્પાદક મંડળીના નાણાં પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરતાં કાલોલ અને ગોધરા તાલુકાના ચાર સેક્રેટરીઓ સામે ૧૪.૯૨ લાખની ઉચાપત કરતાં વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Views 61

બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી મા ઓડિટર ગ્રેડ ૨ (ગ્રાહક) સહકારી મંડળીઓ ગોધરા તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર ભગવાનભાઈ વાઘેલા દ્વારા વેજલપુર પોલીસ મથકે કુલ મળીને બે ફરિયાદો નોંધાવી છે જેની વિગતો જોતા ગોધરા તાલુકાના ભીમા ગામના દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના તારીખ ૦૧/૦૭/૧૮ થી ૩૦/૦૬/૧૮/૧૯ના સમય દરમિયાન ના દરમિયાન મંડળીના સેક્રેટરી ગોપાલભાઈ અનોપસિંહ ચૌહાણ રહેવાસી ભીમા તા ગોધરા દ્વારા મંડળીની રૂ ૪,૪૫,૨૬૯/૬૧ ની રકમ પોતાના અંગત વપરાશ માટે વાપરી નાખી સરકારી નાણાની ઉચાપત કર્યા હોવાનું તપાસમાં આવતા સેક્રેટરી ગોપાલભાઈ દ્વારા પોતાના નિવેદનમાં આ ઉચાપત કરી હોવાની કબુલાત કરેલ હતી.
વધુમાં કાલોલ તાલુકાના પરુણા, આથમણા અને સુરેલી ગામ ની દુધ ઉત્પાદક સહકારી મંડળીઓના ત્રણ સેક્રેટરી સામે પણ અલગ ફરિયાદ નોંધાવી છે જેની વિગત મુજબ પરુણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરી છત્રાભાઈ સામતભાઈ પરમાર રે પરુણા દ્વારા તા ૦૧/૦૪/૧૭ થી ૩૧/૦૩/૧૮ ના સમયગાળા દરમિયાન રૂ ૧,૪૪,૩૪૬/૨૩ રૂપિયાની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી તથા આથમણા ગામના ધી આથમણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રટરી ખુમાનસિંહ ઝેણસિંહ જાદવ દ્વારા તા ૦૧/૦૪/૧૮ થી ૩૧/૦૩/૧૯ સુધીના ઓડિટ સમય દરમ્યાન રૂ ૧,૩૮,૨૩૬/૯૬ ની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી ઉચાપત કરી હતી.
આ ઉપરાંત સુરેલી ગામના ધી સુરેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરી કિરીટસિંહ છગન સિંહ પરમાર દ્વારા ૦૧/૦૪/૧૮ થી ૩૧/૦૩/૧૯ ના સમય ઓડિટ દરમિયાન રૂ ૭,૬૪,૭૦૦/૩૭ ની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાની વિગતો બહાર આવતા આ ઉપરાંત ઉપરોક્ત તમામ સેક્રેટરી દ્વારા પોતે સહકારી મંડળી ની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાનું સ્વીકારી નિવેદન લખાવતા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરા ખાતે ફરજ બજાવતા જિલ્લા રજીસ્ટાર જે.એલ ચારેલ દ્વારા ઉપરોક્ત બાબતે અંગત ઉપયોગમાં સહકારી મંડળીઓના ના વાપરે નાખનાર તમામ સેક્રેટરીઓ સામે ફરિયાદ નોંધાવવાના લેખિત પત્ર થી હુકમ આપતા તે લેખિત પત્ર ના આધારે સેક્રેટરી તરીકે ના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરવા બદલ શહેર પોલીસ મથકે કુલ બે ફરિયાદો નોંધાવી ચાર જેટલા સેક્રેટરીઓ સામે કુલ મળીને રૂ ૧૪,૯૨,૫૫૩/૧૭ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે બે ગુના રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામ્ય કક્ષાએ દૂધ મંડળીઓમાં ઓડિટ દરમિયાન મોટા પાયે નાણાકીય ઉચાપત પ્રકાશમાં આવતા સહકારી ક્ષેત્રે ચકચાર મચી જવા પામી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *