સમી પોલીસે શંખેશ્વર માર્ગ પરથી કારમાં કતલખાને લઈ જવાતાં 6 વાછરડાં બચાવ્યા

Views 136

સમી પોલીસ મથકના માણસૌ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે સમયે શંખેશ્વર તરફના રોડ ઉપર જતી ઈનોવા કાર પર પોલીસના માણસોને શંકા જતાં ફિલ્મી ઢબે પીછો કરતાં કારનું ટાયર ફાટી જતાં ચાલકો કારને જનોયા ગામડી નજીક ભાગી ગયો હતા. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી 6 નાના વાછરડાં મળી આવ્યા હતા. પોલીસે કાર અને વાછરડાં કબજે કરી વાછરડાંની હાલત ગંભીર હોવાથી સારવાર કરાવી હતી.

સમી પોલીસ મથકના પીએસઆઈ જે.આર.શુકલા સહીતનો સ્ટાફ સમી શહેર અને તાલુકામાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન શંકાસ્પદ કારનો પીછો કરતાં કારનું પાછળનું ટાયર ફાટી જતાં ચાલક કાર જનોયા ગામડી નજીક મુકી રાત્રીના અંધારમાં પોલીસની બચવા માટે ભાગી ગયો હતો. કારની તપાસ કરતાં આગળની બે સીટો અને પાછળના ભાગે ગાયના નાના વાછરડાં ગળા ઉપર અને પગના ભાગે કુર્રતાપૂર્વક બાંધેલ હાલતમાં 6 વાછરડાં મળી આવ્યા હતા.

પોલીસે તાત્કાલીક સમી પાંજરાપોળ માંથી વેટરનીટી ડોક્ટર બોલાવી 6 વાછરડા ની સારવાર કરાવી હતી. તેમજ કારની તપાસ કરતાં કારનો નંબર જી.જે.01.એચપી.1182 હોવાનું જણાતાં નંબરની તપાસ કરતાં કારમાં ખોટી નંબર પ્લેટ લાગાવેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નાના 6 વાછરડાં અને કાર એક મોબાઈલ સહિતના 509500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *