સતલાસણા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર આચરાયા હોવાની બૂમ

Views 74

સતલાસણા તાલુકાના ગામોમાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડો બાબતે હવે દરેક ગામો માંથી માહિતી અધીકાર હેઠળ માહિતી માંગતા મનરેગા યોજના નું ભૂત ધૂણ્યુ

    સતલાસણા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર આચરાયા હોવાની બૂમ

ટીકર : અગાઉજિલ્લા કક્ષાએથી કથિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ અધિકારીઓની માત્ર બદલી કરી બચાવ કરાયો છે જ્યારે મોટા માથા એવા તાલુકા વિકાસ અધિકારી નો બચાવ કરાય છે
એંકરમહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ગ્રામિણ વિસ્તારના બેરોજગારોને રોજગારી પુરી પાડવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળની યોજના અમલમાં મુકાયેલ છે. આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ વહિવટી પ્રક્રિયા તેમજ નાણાંકીય વ્યવહાર ઓનલાઈન આધારિત કરવામાં આવી છે. છતાં અલ્પશિક્ષિત ખેડૂતોને અંધારામાં રાખી કેટલાક લેભાગુ તત્વો ભ્રષ્ટ અધિકારી તેમજ કર્મચારીઓની મદદગારીથી મસમોટુ ભ્રષ્ટાચાર કરતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સતલાસણા તાલુકામાં આ યોજનામાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય અને કેટલો વ્યવહાર કોને-કોને પહોંચતો કરવો પડે તેની મોબાઈલની ઓડિયો ક્લીપ અગાઉવાયરલ થતાં કથિત કૌભાંડ પ્રકાશમાં આવ્યો હતો.

વિઓ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળની યોજના હેઠળ ખેડૂતોને બાગાયતી ખેતી તેમજ માવજત કરવા રૂ. ૨.૫૦ લાખ જેટલી રકમ ત્રણ તબક્કામાં પ્રોત્સાહિત રૂપે આપવામાં આવે છે. સતલાસણા તાલુકામાં આ યોજનામાં તત્કાલિન મહિલા તાલુકા વિકાસ અધિકારી તેમજ એન્જીનીયરની ફરજકાળ દરમિયાન બાગાયત યોજનાના લગભગ ૫૦૦ જેટલા કેસો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં ખેડતોના ખેતરોમાં ૨૫ હજાર જેટલા આંબા અથવા લીંબુડીના રોપા ઉછેરવાના હતા. પરંતુ, ઉપરોક્ત કામો માત્ર કાગળ કરી કટકી થઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

સતલાસણા તાલુકાના કેટલાક લેભાગુ તત્વો અલ્પશિક્ષિત ખેડૂતોને નજીવા નાણાંની લાલચ આપી તેમના પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી યોજનાનો લાભ લેવા દરખાસ્ત તેમજ બેન્કમાં ખાતુ ખોલાવી દેતાં હોય છે. ત્યારબાદ લાભાર્થી ખેડૂતને રૂ. ૧૦ હજાર જેટલી રકમની લાલચ આપવામાં આવે છે. જ્યારે દલાલ તેમજ સંબંધિત નીચેથી લઈ ઉપરના કર્મચારી અને અધિકારીઓ વાર્ષિક ત્રણ તબક્કામાં આવતી ખેડૂતના ભાગની લાખોની રકમના હિસ્સા પાડી ચ્યાઉ કરાઈ હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. સતલાસણા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલ કરોડોના ભ્રષ્ટાચારની બૂ જિલ્લાકક્ષા સુધી પહોંચતાં જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તત્કાલિન તેમજ યોજનાના મહિલા એન્જીનીયરની અન્ય સ્થળે બદલી કરી દીધી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
અગાઉ પણભ્રષ્ટાચાર આચરવા અધિકારી-દલાલ વચ્ચેની વાતચીતની કથિેત ઓડીયો ક્લીપ થયી હતીવાયરલ
સતલાસણા તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ બાગાયતી વાવેતરમાં ભ્રષ્ટાચાર આચારવા દલાલ તેમજ અધિકારી વચ્ચે મોડસ ઓપરેન્ડી તેમજ રજૂઆત જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી પહોંચી હતી. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ કલીપ આધારિત સંડોવાયેલ અધિકારી અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની જગ્યાએ માત્ર બદલી કરી બચાવ કર્યો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *