શંખેશ્વરનાં પંચાસરનાં ખેતરમાં પાંચ શખ્સો રૂ ચોરતા હતા, માલિક આવી જતાં ફરાર થઇ ગયા

Views 127

શંખેશ્વર તાલુકાનાં પંચાસર ગામની સીમમાં આવેલા ખેતરમાં વાવેલા કપાસનાં ઢગલામાંથી ચોરી કરવા અજાણ્યા પાંચ શખ્સોને અત્રેનાં ખેડૂતો જોઈ જતાં તેમનો પીછો કરતાં આ શખ્સો કપાસની રૂ ભરેલી ગાંસડી તથા એક સી.એન.જી. ગાડી તથા બાઇક મધરાત્રે મુકીને નાસી ગયા હતા. આ અંગેની મળતી માહિતી મુજબ શંખેશ્વરનાં રતનપુરા ગામનાં રવાજી કરશનજી ઠાકોર શંખેશ્વરથી દસાડા રોડ ઉપર ખેતર ભાગે રાખીને ખેત મજુરી કરે છે. તેઓએ તેમનાં ખેતરમાં બી.ટી. કપાસનું રૂ વીણીને તેનો ઢગલો કર્યો હતો. આ ઢગલાની ખબર રાખવા નજીકનાં ખેતર માલિકને કહીને ઘેર આવ્યા હતા. બાદમાં તેમને એક ફોન આવતાં તેમને કહેલ કે, તારા ખેતરનો ઢંક ખુલ્લો છે ને તમારા રૂ ના ઢગલાની બાજુમાં એક મોટી ગાડી અને બાઇક ગયા છે. જેથી રવાજી તાત્કાલિક તેમનાં મિત્ર સાથે ખેતરમાં જતાં ખેતરનાં રસ્તામાં એક ગાડી અને બાઇક પડેલા હતા ને રૂ ના ઢગલા પાસે પાંચ માણસો ઉભેલા ને તેઓ ઢગલામાંથી ગાંસડી બાંધીને ચોરી કરીને ગાડીમાં મુકવા જતા હતા. ત્યારે આ શખ્સો રવાભાઇ તથા અન્યોને જોઈ જતાં રૂ ની ગાંસડીઓ ખેતરમાં ફેંકી દઇને બે વાહનો પણ મુકીને અંધારામાં નાસી ગયા હતા. તેઓએ શોધખોળ કરી હતી. પરંતુ તેઓ મળ્યા નહોતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *