વોર્ડની રચનામાં ફેરફાર થતાં ગોધરા મામલતદાર, કોમ્પ્યુટર ઓપરેટર, BLO અને તલાટી વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો

Views 163

બ્યુરો રિપોર્ટ -ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
ગુજરાતમાં ૧૦,૦૦૦ થી વધારે ગ્રામ પંચાયતોમાં  ચૂંટણી જાહેર થઈ ગયેલ છે.ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભલાણીયા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદારયાદીમાં લગભગ ૫૭ જેટલા મતદારોને પોતાના વોર્ડમાંથી અલગ વોર્ડમાં છૂટક છૂટક મૂકી દેવામાં આવતા જસામાજિક કાર્યકર ગોપાલ પટેલ દ્વારા મામલતદાર, કોમ્પુટર ઓપરેટર, તલાટી અને BLO વિરુદ્ધ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશને ફોજદારી ફરિયાદ આપતા વાતાવરણ ગરમાયું છે.
સામાજિક કાર્યકર ગોપાલ પટેલ ના જણાવ્યા અનુસાર મતદાર યાદીમાં
(૧) કુલ 50થી 60 જેટલા મતદારોના ઘર નંબરો મનસ્વી રીતે બદલી નાખ્યા છે અને ઘર નંબરોની સિકવન્સ બિલકુલ જાળવેલ જ નથી, કે મૂળ ઘર નંબરો ધ્યાને લીધી નથી, આડેધડ ઘર નંબરો ગોઠવીને વોર્ડની યાદી બનાવી દીધેલ છે.
(૨) ૧૪ જેટલા મતદારોના ઘર હોવા છતાં પણ ઘર નંબર જ બતાવેલા નથી ! અને તેઓની કુટુંબમાં સાથે રહેતા એક કરતાં વધુ વ્યક્તિઓને એક કરતાં વોર્ડમાં વહેચી દેવામાં આવેલ છે.
(૩) એક જ ઘરમાં રહેતા મા-બાપ થી પુત્ર-પુત્રી પુત્રવધુને અલગ અલગ વોર્ડમાં મુકી દેવામાં આવ્યા છે.
(૪) એકજ ઘરમાં રહેતા પતિ-પત્નીને પણ અલગ અલગ વોર્ડમાં મૂકી દેવામાં આવેલ છે.
(૫)કોઈક વોર્ડમાં એવરેજથી અડધા મતદારોનો વોર્ડ બનાવ્યો છે તો કોઈક વોર્ડમાં એવરેજથી પણ બમણા મતદારો ગોઠવેલ છે.
(૬) ઘર નંબર ફેરફાર કરવામાં જેતે ઘરની ભૌગોલિક સ્થિતિ પણ બિલકુલ ધ્યાનમાં લેવાયેલ જ નથી. અને પોતાના મિત્રો અને મળતિયાઓને ચૂંટણીમાં ફાયદો કરવા કરાવવા માટે જ આમ કરેલ હોવાનો આક્ષેપ મૂકેલ છે.
(૭) કોઈક વોર્ડમાં એવરેજથી અડધા અને કોઈક વોર્ડમાં બમણા મતદારો મૂકીને આયોજન પૂર્વક અને મનસ્વી રીતે જ મતદાર યાદી બનાવી દઈને લોકશાહીના મૂલ્યોનું ખંડન કરવામાં આવેલ હોવાનું પણ ફરિયાદીએ આક્ષેપ કરેલ છે.
(૮) ઉપરાંત આયોજનપૂર્વક પોતાના મળતિયાઓને લાભ કરવા કરાવવા માટે સરકાર સાથે ગંભીર ચેડા કરવામાં આવેલા છે.
ફરિયાદી ગોપાલ પટેલના જણાવ્યા અનુસાર તાજેતરની મતદાર યાદીમાં ગોટાળા બાબતે તલાટીને પૂછતા તલાટી ગોધરા મામલતદાર અને BLO ને માથે ઠીકરું ફોડતા હતા,
જ્યારે મામલતદારને પૂછતા તે તલાટી અને BLO ને માથે ઢોળતા…!
BLO ને પૂછતા તેઓ જણાવતા કે વોર્ડ રચનામાં અમારો કોઈજ રોલ હોતો જ નથી, નામ સુધારવા ઉમેરવા અને કમી કરવાનું કામ અમારું છે.
છેવટે બધાંના ગોળગોળ જવાબથી કંટાળીને ગોપાલ પટેલ દ્વારા BLO અને તલાટીને ગોધરા મુકામે બોલાવીને ત્રણેય ભેગા મળી ગ્રામ્ય મામલતદાર ગોધરાની કચેરીએ પહોંચતા ત્યાંના કોમ્પુટર ઓપરેટર અને મહેસૂલ મામલતદારને મળી રજૂઆત કરતા કોમ્પ્યુટર ઓપરેટર અને ત્યાંના જવાબદાર અધિકારી એવા મહેસૂલ મામલતદાર દ્વારા ગોપાલ પટેલને તદ્દન અભદ્ર ભાષામાં વ્યવહાર કરતાં ગોપાલ એસ. પટેલે વેજલપુર પોલીસ સ્ટેશને તમામ વિરુદ્ધ ફરિયાદની કાર્યવાહીઓ શરૂ કરી હતી.
વેજલપુર પોલીસ દ્વારા ગોપાલ પટેલની ફરિયાદ સંદર્ભે તલાટી ભલાણીયા, BLO અને ફરિયાદીના નિવેદનો લેવાની કાર્યવાહીઓ હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરામાં ઉચ્ચ અધિકારીઓને શિક્ષા થવી એ કોઈજ નવાઈની વાત નથી. આ અગાઉ ગોપાલ પટેલે ગ્રામ પંચાયતની ગટર કામ બાબતની કરેલ RTI બાબતમાં નામદાર ગુજરાત આયોગે ગોધરાના TDO, નિવૃત્ત TDO અને પંચમહાલ DDOને પ્રથમ દ્રસ્ટ્રીએ કસૂરવાર ઠેરવેલ છે.
ગોધરાના કુલ બે મામલતદારશ્રી વસાવા અને મામલતદારશ્રી ગરોડને પણ આ અગાઉ અન્ય બે ફરિયાદીની RTI બાબતમાં ૧૩,૦૦૦ અને ૧૦,૦૦૦ જેટલો દંડ થયેલ છે.
હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડની બોગસ મતદાર યાદી બાબતે ભોગ બનનાર ફરિયાદી ગોપાલ એસ. પટેલ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ ચૂંટણી તંત્ર અને બોગસ વોર્ડ મતદાર યાદી બનાવનાર તંત્ર વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરીને દાવા અરજીની કાર્યવાહીઓ શરૂ કરતાં સંબંધિત તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *