વાહનો તથા મોબાઈલ ફોનની ચોરીઓ કરતા બે ઈસમોને વાહનો નંગ -૨ તથા મોબાઈલ નંગ – ૨ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ,
અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વિર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આપેલ
એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડ -૧ ના પોલીસ ઈન્સપેક્ટરશ્રી એન.આર.બ્રહ્મભટ્ટ નાઓની રાહબરી હેઠળ સ્કોડના માણસો પો.સ.ઈ. શ્રી વી.એન. ભરવાડ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં . દરમ્યાન અ.હે.કો. મોહંમદઅશરફ તથા અ.પો.કો. શિશપાલનાઓને નાઓને બાતમી હકીકત મળેલ કે , ” બે ઈસમો નામે મો . હમ્મદ @ સોનુ તથા અરબાઝ @ ઘોડા નાએ કોઈ જગ્યાએથી મોબાઈલ ફોન તથા વાહનોની ચોરી કરી ચોરી કરેલ વાહનો તથા મોબાઈલ સાથે હાલમાં દાણીલીમડા ફૈસલનગર ચોકી સામે ખેડા નાકા જાહેર રોડ ઉપર ભેગા થયેલ છે . ” જે બાતમી હકીકત આધારે ( ૧ ) મોહંમદ હમ્મદ @ સોનુ સ / ઓ સિરાજભાઈ શેખ ઉ.વ. ૨૦ રહે . મ.નં. ૧ , નબી નગર , આર.એમ. ગલ્લાની સામે , દિલ્લી હોટલની પાછળ , બૈરેલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ શહેર તથા ( ૨ ) અરબાઝ @ ઘોડો સ / ઓ મુનીરખાન પઠાણ ઉ.વ. ૨૨ રહે . મ.નં. ૨ ફૈઝાને મકઠુમ મસ્જીદની પાછળ આવેલ ડુપ્લેક્ષમાં આર.એમ. ગલ્લાની સામે , દિલ્લી હોટલની પાછળ , બેરલ માર્કેટ દાણીલીમડા અમદાવાદ શહેરનાઓ પાસેથી એક એક્ટીવા ગાડી કિ.રૂ. ૧૫,૦૦૦ / – તથા એક બર્નમેન કિ.રૂ. ૫૦,૦૦૦ / – તથા બે મોબાઈલ ફોન કિ.રૂ. ૧૬,૦૦૦ / – મળી કિ.રૂ. ૮૧,૦૦૦ / – નો મુદ્દામાલ કબ્જે કરી તા .૨૧ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૨/૪૫ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી તથા ૧૦૨ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે .
ઉપરોક્ત ઈસમો પાસેથી મળી આવેલ વાહનો તથા મોબાઈલ ફોન બાબતે પુછપરછ કરતા હકીકત જાણાવા મળેલ કે ” ઉપરોક્ત આરોપી અરબાઝ @ ઘોડાનાએ ગઈ તા .૧૭ / ૦૧ / ૨૦૨૨ ના બપોરના સમયે કાશીરામ આબાદ મસ્જીદ પાસેથી બર્ગમેન ચોરી કરી પોતાના મિત્ર મોહંમદ હમ્મદ પાસે આવેલ અને બન્ને મિત્રો તે ચોરી કરેલ બર્ગમેન ગાડી ઉપર ફરતા હતા તે વખતે પ્રથમ પીરકમાલ ચાર રસ્તાથી શાહઆલમ ટોલનાકા તરફ જવાના રોડ ઉપરથી એક છોકરાના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધેલ ત્યાર બાદ ફરતા ફરતા તે જ દિવસે દાણીલીમડા ચાર રસ્તાથી ચંડોળા પેટ્રોલ પંપ જવાના રોડ ઉપર આવેલ મોતી બેકરી પાસે એક એક્ટીવા ચાલક બેનના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધેલ
અન્ય આરોપી મોહંમદ હમ્મદ @ સોનુ પાસેથી મળી આવેલ એકટીવા બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે બે માસ પહેલા કાલુપુર વિસ્તારમાંથી એકટીવાની ચોરી કરેલ અને પોતાના અંગત ઉપયોગમાં વાપરતો હોવાની કબુલાત કરેલ , જે બાબતે ખાતરી તપાસ કરાવતા નીચે મુજબના ગુન્હાઓ દાખલ થયેલ છે . ( ૧ ) ઈસનપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૨૨૨૦૧૧૩/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( ૨ ) દાણીલીમડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૨૨૨૦૧૧૦/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) મુજબ ( ૩ ) દાણીલીમડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૨૨૨૦૧૧૧/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ ( એ ) ( ૩ ) મુજબ ( ૪ ) કાલુપુર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૬૨૧૨૦૪૭/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ કર્યો છે
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઈમ રિપોર્ટર જગદીશ સોલંકી
વાહનો તથા મોબાઈલ ફોનની ચોરીઓ કરતા બે ઈસમોને વાહનો નંગ -૨ તથા મોબાઈલ નંગ – ૨ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ,
Views 175