વાડજ પો સ્ટે વિસ્તારમાં તા ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ ફોરવ્હીલર ગાડીઓના કાચ તોડી આંતક મચાવી ભયનુ વાતાવરણ ઉત્પન્ન કરનાર ટોળકી પૈકીના ચારેક આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.

Views 55

ગઇ તા ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ અમદાવાદ શહેર વાડજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.11191023212104/2021 ઇ.પી.કો.કલમ 307, 394, 325, 143, 147, 148, 427, 506(2), 294(ખ), મુજબનો ગુન્હો નોંધાયેલ હતો. અમદાવાદ શહેર, નવા વાડજ, રેવા આવાસ યોજના ઔડાના મકાનો ખાતે જાહેર રોડ ઉપર તથા નંદનવન આવાસ મકાનોની બહાર જાહેર રોડ ઉપર અમદાવાદ ખાતે આ ગુન્હાના આરોપીઓ (૧) રોહિત ઠાકોર (૨) સાગર ઠાકોર (૩) કરણ વણઝારા (૪) આકાશ ઠાકોર તથા બીજા ૧૦ થી ૧૨ જેટલા માણસોએ ફરીયાદીશ્રી પાસેથી મોબાઇલ ફોન તથા રૂપિયા લઇ લેવા આ કામના આરોપીઓએ એક્સંપ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી છરા, લોખંડની પાઇપો, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી ફરીયાદીશ્રીને માથાના ભાગે છરા થી ઇજાઓ કરી, જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ પહોંચાડી તેમજ નવા વાડજ, નંદનવન સોસાયટી બહાર પાર્ક કરેલ ૧૨ થી 15 ૧૫લા ફોર વ્હીલર વાહનો તેમજ બીજા વાહનોને તોડફોડ કરી નુકશાન કરી નવાવાડજ વિસ્તારમાં જાહેરમાં આંતક મચાવી ગુન્હો કરી આરોપીઓ નાસી ગયેલ હોય. જે ગુન્હા સબંધે તે વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ હોય, તે વિસ્તારમાં લોકોમાં ભયનુ વાતાવરણ ઉભુ થયેલ હતુ. જેથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબનાઓએ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી આ ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હતી. જે અનુંસધાને એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સ.ઇ.શ્રી આઇ.એમ.ઝાલા, પો.સ.ઈ.શ્રી જે.આર.બલાત તથા માણસો આ ગુન્હાના તમામ આરોપીઓ પકડી પાડવા કાર્યરત હતાં. દરમ્યાન H.C.કનુભાઇ જીવાભાઇ, P.C.કનુભાઇ બાબુભાઇ, LR.પ્રદિપકુમાર હેમજીભાઇ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે “વાડજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. 11191023212104/2021 ઇ.પી.કો.કલમ 307, 394, 325, 143, 147, 148, 427, 506(2), 294(ખ), મુજબના ગુન્હાના આરોપીઓ પૈકી મુખ્ય સુત્રધાર રોહિત ઠાકોર તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય ત્રણ જેટલા આરોપીઓ ભેગા મળી અમદાવાદ શહેર ગોતા વસંતનગર ટાઉનશીપના ગેટ પાસે ભેગા થવાના છે.” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ગોતા વસંતનગર ટાઉનશીપ ના ગેટ પાસે જાહેરમાંથી આરોપીઓ (૧) રોહીત અજીતભાઇ વીરજીભાઇ ઠાકોર, ઉ.વ.૨૦, રહે.ઘર નં-૦૪, શીવશક્તિ નગર, કાશીવિશ્વનાથ મહાદેવની પાછળ, જી.એસ.ટી ક્રોસીંગ રોડ, જુના રાણીપ અમદાવાદ શહેર મુળ ગામ-સાદરા,તા-માંડલ જીલ્લો-અમદાવાદ શહેર (૨) અજય દિલીપજી ઠાકોર, ઉ.વ.૨૧ રહે, મકાન નં.૦૦૭, ટાટા હાઉસીંગના મકાન, ગામ : મોટી ભોયણ, તા : કલોલ જી: ગાંધીનગર (૩) જયેશ દિલીપજી ઠાકોર, ઉ.વ.૧૯ રહે, મકાન નં.૦૦૭, ટાટા હાઉસીંગના મકાન, ગામ : મોટી ભોયણ, તા : કલોલ જી: ગાંધીનગર (૪) વિશાલ જયંતિભાઇ ઠાકોર, ઉ.વ.૨૦ રહે, મગનપુરા, રાણીપ પોલીસ ચોકી સામે, રાણીપ અમદાવાદ શહેરનાઓને ઝડપી પાડવામાં આવેલ છે તેમજ આરોપીઓએ ગુન્હાના ઉપયોગમાં લીધેલ મો.સા.કબજે કરવામાં આવેલ છે. આ ગુન્હાના આરોપીઓ અમદાવાદ શહેર વિસ્તારમાં આ પ્રકારે શરીર સબંધી ગુન્હાઓ આચરી ભયનો માહોલ ઉભો કરવા માંગતા હતાં. પકડાયેલ આરોપીઓમાં મુખ્ય સુત્રધાર રોહીત અજીતભાઇ વીરજીભાઇ ઠાકોર જે પોતે ગેંગ લીડર હોવાનો વહેમ રાખે છે. આરોપીઓ અમદાવાદ શહેર છોડી નાસી જવાની પેરવી કરવા માટે એકઠા થયેલ. જે દરમ્યાન તેઓને ઝડપી પાડવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ: મજકુર આરોપી, રોહીત અજીતભાઇ વીરજીભાઇ ઠાકોરનાનો અગાઉ મારામારીના ગુન્હામાં રાણીપ-૦૧, વાડજ-૦૨ તથા અસલાલી -૦૧ મળી ચારેક ગુન્હામાં પકડાયેલ છે. તેમજ એક વાર પાસા થયેલ છે. જે પાસા રાજકોટ જેલમાં કાપેલ છે. તેમજ સાબરમતી પો. સ્ટે. પાર્ટ એ ફરીયાદ નં.૧૧૧૯૧૦૩૯૨૧૨૧૩૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩,૨૯૪(ખ),૪૨૭, તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબના ગુન્હામાં નાસતો ફરતો રહેલ છે. તેમજ આરોપી, વિશાલ જયંતિભાઇ ઠાક
ોરનાનો પાંચેક વર્ષ પહેલાં રાણીપ પો. સ્ટે.માં ખુનના ગુન્હામાં પકડાયેલ. જે ગુન્હામાં જામીન ઉપર છે કેસ કોર્ટમાં ચાલુમાં છે. આરોપીઓને વધુ તપાસ અર્થે વાડજ પો.સ્ટે.સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
HBN TV NEWS
 
આવાજ હિન્દુસ્તાન કી
 
હર હંમેશ સત્ય ની સાથે
 
રિપોર્ટર જગદીશ સોલંકી

અમદાવાદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *