વડોદરા ના ના સબ જેલ ના 302 ના 2 આરોપી ને 10 થી 15 જણાએ વાંસની લાકડીઓ વડે ઢોર માર માર્યો
વડોદરા ના સેન્ટ્રલ જેલમાં રેપ અને મર્ડરના આરોપી તરીકે ફરજ બજાવતા બે આરોપીઓને જેલના સુબેદારે કોઈ કારણવગર માર માર્યો હોવાના આક્ષેપ સાથે બંને આરોપીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા માં આવ્યા હતા .
સેન્ટ્રલ જેલમાં છેલ્લા 14 વર્ષથી રેપના ગુનામાં સજા ભોગવી રહેલા પ્રકાશ સરેશભાઈ સેન્ટ્રલ જેલમાં છેલ્લા 10 વર્ષથી રેપના ગુનામાં સજા ભોગવી રહેલા પ્રકાશ સુરેશભાઈ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે , સેન્ટ્રલ જેલમાં હું વણાટ વિભાગમાં જવાબદાર તરીકે કાર્ય કરૂ છું .
આજે બપોરે હું યાર્ડ નં -4 માં હતો ત્યારે જ સિપાઈઓએ આવીને જણાવ્યુ હતુ કે , મોટા સાહેબ તમને બોલાવે છે . જેથી મને ક્રિકેટ પોઈન્ટ પાસે લઈ ગયા અને સાડા બાર થી દોઢ વાગ્યાના અરસામાં હર્ષદ પરમાર , દિનેશ માજીરાણા , ભરત ભુવા , મજબૂત સિંગ અને તેમના અન્ય 10થી 12 સાથીદારોએ મને શરીરના પાછળના ભાગે વાંસની લાકડીઓ વડે માર માર્યો છે .
બીજી તરફ છેલ્લા 9 વર્ષથી મર્ડરના ગુનામાં સજા ભોગવી રહેલા મુકેશ કપુર ડામોરે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે , સેન્ટ્રલ જેલમાં હું તંબુ વિભાગમાં કામ કરૂ છું . ગુરૂવારે જ હું જેલમાં હાજર થયો હતો . અને આજે બપોરે મને બાર વાગ્યાથી દોઢ વાગ્યાના અરસામાં ક્વૉરન્ટાઈન બેરેકમાં હાજર હતો ત્યારે મુકેશ કોણ છે તેમ કરીને મને બહાર બોલાવ્યો હતો ત્યારબાદ 4 વ્યક્તિઓએ મને પકડી રાખ્યો અને હર્ષદ પરમાર તથા 15 થી 20 માણસોએ મને વાંસની લાકડીઓથી માર માર્યો હતો . ત્યાંના સીસીટીવીમા પણ આ ઘટના કેદ થઈ ગઈ છે . અગાઉ પણ ૩થી 4 કેદીઓને માર માર્યો હતો . આજે જેલમાં હોબાળો થયો એટલે અમને સારવાર માટે હોસ્પિટલ માં લાવ્યા હતાં
આ તમામ ઘટના બાબતે આરોપી ના પરિવાર જનો એ વડોદરા ના રાવપુરા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા પોહચેલ.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
વડોદરા ની મધસ્થ જેલ ના 302 ના 2 આરોપીઓ ને ઢોર માર મારવામાં આવ્યો
Views 63