લીંબુણી પાસે ડાલાની ટક્કરે અને જોરાવરગઢ પાસે મિક્સર મશીનની ટક્કરે 2 યુવાનનાં મોત

Views 116

સુઇગામ તાલુકાના લીંબુણી પાટિયા નજીક જીપડાલાની ટક્કરે અને જોરાવરગઢ પાટિયા નજીક મિકસર મશીન ટક્કરે બે બાઈક સવારોના શુક્રવારે ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી પ્રસરી હતી.જોકે ફ્લોરી ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો. સુઇગામથી શુક્રવારે મોરવાડા તરફ જઈ રહેલા બાઈક ચાલક બબાભાઈ પચાણભાઈ પટેલ (રહે.ઝઝામ, તા.સાંતલપુર)ને લીંબુણી પાટીયા નજીક સામેથી આવતા જીપડાલાના ચાલકે ટક્કર મારતાં બાઈક સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં જોરાવરગઢ પાટિયા નજીક કટાવ તરફ જવાના રોડ અને ભારત માલા સિક્સલેન હાઇવે વચ્ચે સામેથી માતેલા સાંઢની જેમ આવતા ફ્લોરી વાહન (રેતી, સિમેન્ટ, કપચીનો માલ તૈયાર કરનાર મશીન) આવતાં જોરાવરગઢ ગામના બાઈક સવાર વિક્રમભાઈ હેમરાજભાઈ પટેલને જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિક્રમભાઈ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે ફ્લોરી ચાલક અકસ્માત સર્જી વાહન ત્યાં મૂકી નાસી છૂટ્યો હતો. સુઇગામ પોલીસ બંને સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી બન્ને લાશનું P.M કરાવી લાશ તેમના વાલી વારસોને સુપ્રત કરી હતી.

છેલ્લા 1 મહિનામાં 6 અકસ્માતોમાં 7ના મોત
છેલ્લા એક માસમાં સુઇગામ તાલુકામાં અલગ-અલગ છ અકસ્માતના બનાવોમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 4 બનાવોમાં બાઇકના અકસ્માતોનો સમાવેશ થાય છે. ત્યારે હેલ્મેટ વગર દોડતા બાઈક ચાલકો સમેત બેફામ દોડતા મોટા વાહનો ઉપર પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *