રણદિપસિંહ લખુભા રાણા પાસે એક લાખ ૪૫ હજારથી વધુ પ્રાચીન સિક્કાઓનો અમૂલ્ય ખજાનો ઉપલબ્ધ છેઃ

Views 66

હડપ્પા સંસ્કૃતિ કાળ, મધ્યકાલીન યુગ, રાજાશાહી યુગના સિક્કાઓ ખજાનો નિહાળવા જેવો છેઃ
            સુરત, શુક્રવારઃ સુરતના મજુરાગેટ ખાતે આવેલા કૃષિ મંગલ હોલમાં ત્રીદિવસીય જુની ચલણીનોટ અને સિક્કાઓનું અનોખું પ્રદર્શન યોજાયું છે. જેમાં હજારો વર્ષ જુના ચલણી સિક્કાઓ અને નોટોનો સંગ્રહ કરતા લોકો ભારતભરમાંથી અહીં પોતાના સંગ્રહનું પ્રદર્શન કરવા આવ્યાં છે. આવા જ એક રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામથી આવેલા રણદિપસિંહ લખુભા રાણા પ્રાચીનતમ ચલણી સિક્કાઓ તથા વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવે છે.
        રણદિપસિંહ રાણા જણાવે છે કે, મેં વર્ષ ૧૯૭૯માં ભારતીય સિક્કાશાસ્ત્ર નામનું એક પુસ્તક ખરીદ્યુ હતુ. આ પુસ્તક વાંચીને મને પ્રાચીન સિક્કાઓ અને વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. હું મુળ ખેડુત છુ  અને મારે પાન બીડીની દુકાન હતી અને પછી મે વર્ષ ૧૯૮૦થી આ સિક્કાઓને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું હતુ. અત્યારે મારી પાસે એક લાખ ૪૫ હજારથી વધુ સિક્કાઓ છે આ સિક્કાઓમાં પ્રાચિનયુગના સિક્કાઓ જેમ કે, હડપ્પા સંસ્કૃતિ વખતના સિક્કાઓ, મધ્યકાલીન યુગ, રાજાશાહી યુગના સિક્કાઓ, બ્રિટીશકાળના સિક્કાઓ અને ભારત સ્વતંત્ર થયા બાદના સિક્કાઓનો સમાવેશ થાય છે. આ સિક્કાઓ પત્થર, સોનુ, સીસુ, તાંબુ, ચાંદી વગેરે ધાતુઓના બનેલા છે. આ ઉપરાંત ૨૫૦૦ વર્ષ પહેલાના સીસુ અને કોપરના કાનના કુંડળ, ઝેર પાયેલા તીર તથા ચંદ્રગુપ્ત મૌર્યનું બટન વગેરે વસ્તુઓ છે.
        વધુમાં રણદિપસિંહ જણાવે છે કે ૯૨૦ વર્ષ જુના ખોદકામ દરમિયાન મળી આવેલુ અનાજ, ૧૯૪૭માં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલુ સરદાર વલ્લભભાઈના નામનું પ્રથમ કેલેન્ડર, પ્રથમ વિશ્વ યુદ્ધમાં વપરાયેલ ચાંદીની ટ્રે, ચાંદીનો પથ્થર, કોપર અને માટીમાંથી બનાવેલ મોતી જેવી અનેક વસ્તુઓનો સંગ્રહ મારી પાસે છે. આ સિવાય લોખંડ અને ચાંદીની ગુપ્તી, તલવાર અને ઢાલ સહિત અનેક વસ્તુઓનો સંગ્રહ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *