મતદાન પુર્વના ૪૮ કલાકના સમયગાળામાં નિયમોનું પાલન કરવા આદેશ

Views 69

HBN TV NEWS
મહેસાણા 
 લોક પ્રતિનિધિત્વ અધિયનિમ ૧૯૫૧ની કલમ ૧૨૬ મુજબ મતદાન પુરૂ થવાના કલાક સાથે ૪૮ કલાકના 
સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે.ચૂંટણીઓ મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે 
ચૂંટણીપંચની સુચના મુજબ ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય પૂર્વેના ૪૮ 
કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા તથા ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા માટે આપેલ સુચના 
મુજબ અમલવારી કરવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે કર્યો છે.મહેસાણા જિલ્લાના ખેરાલુ 
વિધાનસભા મતવિસ્તાર હદ વિસ્તારમાં ૧૯ ઓક્ટોબર ૨૦૧૯ના સાંજના ૦૬-૦૦ કલાકથી ૨૧ ઓક્ટોબર 
૨૦૧૯ના સાંજના ૦૬-૦૦ વાગ્યા દરમિયાન  ચૂંટણી પ્રચાર બંધ કરવા અને વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ 
કર્યો છે. 
 જેમાં રાજકીય પદાધિકારીઓ કોઇ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા,સરધસ કાઢનારાઓ,ચૂંટણી પ્રચારકો વિગેરે કે 
જેઓને મતદાન વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ મતદાર વિભાગના મતદાર  હોય તેઓએ 
ચૂંટણી પ્રચારના અંત સુધી મતદાર વિભાગમાં હાજર રહેવું જોઇએ નહિ કારણ કે ચૂંટણી પ્રચાર પુરો થાય પછી 
તેમની હાજરી મુક્ત અને નિશ્પક્ષ ચૂંટણીને નુંકશાન પહોંચાડી શકે છે. 
 ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા પછી જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર,પોલીસ વહીવટીતંત્રે આવા તમામ 
પદાધિકારીઓ,ચૂંટણી પ્રચારકો ચૂંટણી પ્રચાર પુરો થયા પછી તુર્ત  મતદાર વિભાગ છોડી તે સુનિશ્ચિત કરવું.આવા 
તમામ રાજકીય પક્ષો,ઉમેદવારો તેમના એજન્ટ,કાર્યકરો  હુકમનું પાલન કરે તે માટે  બાબતે તેમના ધ્યાને 
અમલવારી સંબધિતોએ ગોઠવવાની રહેશે 
   લોકોને જ્યાં રાખવામાં આવ્યા હોય તેવા કલ્યાણ મંડપો,સાર્વજનિક સભા ખંડો,વીસી,અતિથી 
ગૃહો,હોટલો,આરામગૃહોમાં તપાસ કરાવી,આવી જગ્યાઓમાં કોઇ બહારની વ્યક્તિઓને રાખવામાં આવી છે કે કેમ તે 
શોધી તેઓની ખરાઇ કરી મતદાર વિભાગ બહારની વ્યક્તિ જણાય તો તેઓને જાહેરનામાની સુચનાઓની 
અમલવારી કરાવવાની રહેશે 
 મતદાન પુરૂ થવાના સમયની તુરંત પહેલાં ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઘેર ધેર ફરીને પ્રચાર કરવા પર 
પ્રતિબંધ નથી પરંતુ  સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં 
વધુ પાંચ વ્યક્તિઓ જઇ શકશે.ઉપર્યુક્ત પ્રતિબંધના સમય દરમિયાન પક્ષના કાર્યકરો,નેતાઓ બેનર્સ પ્રદશિત કરી 
શકશે નહિ 
 ચૂંટણી પૂ્ર્ણ થવાના ૪૮ કલાક સમયગાળા દરમિયાન સ્ટાર પ્રચારકો તથા અન્ય રાજકીય નેતાઓ મિડીયા સમક્ષ 
ચૂંટણી સંબધિત પ્રેસ કોન્ફરન્સ યોજી શકશે નહિ કે ઇન્ટરવ્યુ આપી શકશે નહિ.  ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા વિવિધ 
પત્રોથી આપેલ સુચનાઓનો અમલવારી કરવાની રહેશે 
 ભારતના ચૂંટણી પંચના આપેલ સુચનાઓ મુજબ અમલ કરવાનો રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ 
રાઠોડ અખબારી યાદીમાં જણાવાયું છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *