ભુજની શાળામાં શૈક્ષણિક પ્રદર્શનમાં એક હજાર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Views 111

ભુજની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં શાળાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિજ્ઞાન, ગણિત, સામાજીક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવા વિષયોના લગભગ 550 જેટલા વર્કિંગ તેમજ નોન વર્કિંગ મોડલ્સ મૂકવામાં અાવ્યા હતાં. તો, પેઈન્ટીંગ તથા યોગા જેવા વિષયોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં અાવ્યું હતું. સેંટ ઝેવિયર્સ સ્કૂલના વાલીઓ, અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મળીને અંદાજે 4-5 હજાર લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું.

ઉદઘાટન સમારંભમાં ગુજકોસ્ટના પ્રોજેકટ ડાયરેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલે શાળા પરિવારને આયોજન બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આવા કાર્યક્રમોથી વિધાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ વધે છે. શિક્ષણ વિભાગના અધિકારી બી એમ વાઘેલાએ વિદ્યાર્થિઓ તથા શિક્ષકોની મહેનત અને કૌશલ્યની નોંધ લેતા જણાવ્યું હતું કે, આટલું વિશાળ તથા વૈવિઘ્યસભર આયોજન ખરેખર અભિનંદનને પાત્ર છે.

શાળાના આચાર્ય ફાધર જોમોને આયોજનનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, આપણે કોરોના કાળમાંથી બહાર આવ્યા બાદ પહેલો જાહેર કાર્યક્રમ યોજવાનો મોકો હતો ત્યારે અભ્યાસમાં રસ, રુચિ વધે અને વિદ્યાર્થીઓની ક્ષમતાનો વાલીઓ તથા સમાજને પરિચય થાય તેવું આયોજન કરવાનો વિચાર આવ્યો હતો.

શાળાના સિનીયર શિક્ષક પ્રકાશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ પ્રકારના પ્રદર્શનમાં ભાગ લેવાથી વિદ્યાર્થિઓ જે વિષયો વર્ગખંડમાં ભણે છે તેનો વ્યવહારિક જીવનમાં શું અનુબંધ છે તે સમજે છે. આચાર્યની સાથે સિસ્ટર કૃપાના નેજા હેઠળ, આયોજન અને વ્યવસ્થા શાળાના સિનિયર શિક્ષકો વિવેક અરોરા, રાજકુમાર પંડયા તથા સેલ્વીના સ્ટીફને સંભાળ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *