બહુચરાજી માતાના મંદિરમાં નવરાત્રી મહોત્સવ-૨૦૨૦ યોજાશે..

Views 91

મહેસાણા
બેચરાજી ખાતે બહુચરાજી માતાના ધામે યોજાનાર ચૈત્રી નવરાત્રી મહોત્સવ-૨૦૨૦ સાથે પરંપરાગત લોકમેળો તા-૬ એપ્રિલ થી ૮ એપ્રિલ ૨૦૨૦ દરમ્યાન યોજાનાર છે. બહુચરાજી મંદિરમાં સંવત ૨૦૭૬ના ચૈત્રી નવરાત્રી મહોત્સવ-૨૦૨૦ દરમ્યાન મંદિર પ્રક્ષાલન વિધિ ફાગણ વદ-૩૦(અમાસ) તા-૨૪ માર્ચ ૨૦૨૦ના મંગળવાર એ બપોરે ૧-૩૦ કલાકે, ઘટ સ્થાપન વિધિ ચૈત્ર સુદ-૧(એકમ) તા-૨૫ માર્ચ ૨૦૨૦ના બુધવારએ સવારે ૭-૩૦ કલાકે, શત ચંડી યજ્ઞનો પ્રારંભ ચૈત્ર સુદ-૬(છઠ) તા-૩૦ માર્ચ ૨૦૨૦ના સવારે ૧૦-૦૦ કલાકે, શત ચંડી યજ્ઞ પુર્ણાહુતિ ચૈત્ર સુદ-૮(આઠમ) તા-૦૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ સાંજે ૪-૩૦ કલાકે, શ્રીમાતાજીની આઠમની સવારી તથા પલ્લી ખંડ નૈવેધ ચૈત્ર સુદ-૮ (આઠમ)ને તા-૦૧ એપ્રિલ ૨૦૨૦ ના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી માતાજીની સવારીની જ મંદિરથી પ્રસ્થાન કરશે તથા રાત્રે ૧૨-૦૦ કલાકે શ્રી માતાજીની પલ્લી નૈવેધ ભરાશે. નવરાત્રી ઉત્થાપન વિધિ ચૈત્ર સુદ-૧૦(દશમ) તા-૦૩ એપ્રિલ ૨૦૨૦ એ સવારે ૭-૩૦ કલાકે, ચૈત્ર સુદ-૧૫ (પૂનમ)ની માતાજીની સવારી તા-૦૮ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૯-૩૦ કલાકે માતાજીના મંદિરથી નિકળી શંખલપુર મુકામે જશે. ભાવિક યાત્રીકોની જાણ માટે ચૈત્ર સુદ-૧૪ (ચૌદશ)એ તા-૦૭ એપ્રિલ ૨૦૨૦ ના રોજ સવારે ૫-૦૦ કલાક થી તા-૦૮ એપ્રિલ ૨૦૨૦ ના રોજ પૂનમની રાત્રે શ્રીમાતાજીની સવારી શંખલપુર થી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા સતત ખુલ્લા રહેશે. તેમ  વહીવટદાર અને નાયબ કલેક્ટર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી, મહેસાણાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *