બનાસકાંઠા જિલ્લામાં મામેરું કરવા જઈ રહેલા એક પરિવારની દાગીના અને રોકડ ભરેલી બેગ ભૂલી જતા નેત્રમ ટીમે સીસીટીવીના આધારે ચકાસણી કરી રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો અને મૂળ માલિકને તેની ખોવાઈ ગયેલી થેલી પરત અપાવી હતી.
નેત્રમ ટીમ દ્વારા અરજદાર પુષ્પાબેન મુકેશભાઈ જાતે પ્રજાપતિ રહે .પાલનપુર દેવશ્રી બંગ્લોઝ ડેરી રોડ પાલનપુરનાઓ મામેરૂ કરવા લગ્ન પ્રસંગમાં જઇ રહેલ હતા. તે દરમ્યાન લગ્નના કપડા તેમજ પોતાનું પર્સમાં સોના- ચાંદીના દાગીના સાથેનો બેગ રીક્ષામાં ભુલી ગયેલ હતા. તે સબબ અરજદાર નેત્રમ ખાતે આવતા ,નેત્રમ ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી અને રીક્ષા ચાલકનો નંબર મેળવી અને ITS સર્ચ દ્વારા રીક્ષા ચાલકનો લોકેશન મળી આવેલ હતું. રીક્ષા ચાલકને લગ્નના કપડા તેમજ સોના – ચાંદીના દાગીના બૅગ સંબંધે પુછપરછ કરતા કપડાની બેગ રીક્ષામાં રહી ગયેલ હોઈ તેઓને બેગ પરત આપવા જાણ કરતા રીક્ષા ચાલકે લગ્નના કપડા તેમજ સોના-ચાંદીના દાગીનાની કપડાની થેલી રૂબરૂ પરત આપેલ જે અરજદાર પુષ્પાબેન મુકેશભાઈ પ્રજાપતિઓને કપડાની થેલી તેમજ સોના – ચાંદીના દાગીનાનું પર્સ ગણતરીની મીનીટોમાં રીક્ષા ચાલક રૂબરૂમાં આવી આપ્યું હતું.