અમીરગઢ પોલીસ સ્ટેશનના રાયોટિંગ ગુનાના નાસતા ફરતા આરોપીને બનાસકાંઠાની પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ઈસમ અગાઉ બનેલ બનાવમાં અમીરગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રાયોટીંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી અમીરગઢ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ જિલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત જે.જી.સોલંકી પોલીસ સબ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન ટીમને મળેલ ખાનગી હકીકત આધારે અમીરગઢ પોલિસ સ્ટેશનના રાયોટીંગના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ખીમારામ સવારામ જાતે તાઈવર રહે.ઉપલાગઢ આબૂરોડ જ રાજસ્થાન વાળાને અમીરગઢ મુકામે થી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા અમીરગઢ પોલીસ સ્ટેશન સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાની પેરોલ ફર્લો સ્કોડે રાયોટિંગના ગુનામાં ફરાર આરોપીને અમીરગઢ ઝડપી પાડ્યો
Views 106
