ફિરોજપુર ગામની જમીનમાં 23 ભૂમાફિયાએ ગેરકાયદે કબજો કર્યો

Views 125

ફીરોજપુરમાં આવેલી આશરે 7 વીઘા જમીનને વેચાણ આપી દીધા પછી કોઇ જ પ્રકારનો હક્ક હિસ્સો નહિ હોવા છતા 23 ભૂમાફિયા દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદમાં રહેતા જમીનના માલિક દ્વારા ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

અમદાવાદના શાહીબાગમાં રહેતા અશ્વિનભાઇ જોઇતાભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગાંધીનગરના ફીરોજપુર ગામની સીમમાં આવેલા સર્વે નંબર સર્વે નંબર – 115 પૈકીની હે. આરે.ચો. મી. 1-85-02 વાળી જમીન મારા પિતાએ રમેશભાઈ ગોવિંદભાઇ પટેલ પાસેથી વેચાણ રાખી હતી. વર્ષ 2012માં અશ્વિનભાઇના પિતાનું અવસાન થતાં જમીનની વારસાઈ કરાવી હતી. આ સમયે જમીનમાં અશ્વિનભાઈ પટેલ, તેમની માતા કમળાબેન, તેમની બહેનો ગીતાબેન, રિટાબેન અને ભૂમિકાબેનના વારસાઈ હક્કે નામ દાખલ થયા હતા.

વર્ષ 2018માં અશ્વિનભાઈ પટેલ ઉપરોક્ત જમીનની માપણી કરાવવા માટે ગયા તે સમયે જેઠીપુરા ખાતે રહેતા લાલાજી કાળજી ઠાકોર સહિત 23 લોકો તે સમયે આવી ગયા હતા અને માંપણી કરવા દીધી ન હતી. તે સમયે કહ્યુ હતુ કે, આ જમીન બાબતે તકરાર ચાલે છે અને આ જમીન અમારી છે તેમ કહી ધમકીઓ આપી હતી. આ મામલે અશ્વિનભાઈ પટેલે ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆત કરવામાં આવતા 23 લોકો સામે ડભોડા પોલીસ મથકમા ગુનોં નોંધાયો હતો.

લાલાજી કાળજી ઠાકોર, અનુજી બાબુજી ઠાકોર, લસીબેન લાલાજી વજાજી ઠાકોર, અરવિંદજી લાલાજી ઠાકોર, રમંણજી વજાજી ઠાકોર, કાંતીજી વજાજી ઠાકોર, બાબુજી વજાજી ઠાકોર, શંકાજી વજાજી ઠાકોર, દશરથજી વજાજી ઠાકોર, પ્રહલાદજી વજાજી ઠાકોર, વિષ્ણુજી લાલાજી ઠાકોર, મહેશજી લાલાજી ઠાકોર, બુધાજી દાજીજી ઠાકોર, જગદીશજી દાજીજી ઠાકોર, શારદાબેન દાજીજી ઠાકોર, રમિલાબેન બકોરજી ઠાકોર, સોનાજી બકોરજી ઠાકોર, ભીખાજી બબાજી ઠાકોર, પોપટજી બબાજી ઠાકોર ,રાઘવજી સવજીજી બબાજી ઠાકોર, સાંકુબેન બબાજી ઠાકોર, મધુબેન બજી ઠાકોર અને મણીબેન બબાજી ઠાકોર સામે ગુનો નોંધાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *