યુજીસીએ હાજરીથી માંડી સબમિશનની મુદતમાં છુટ આપવા યુનિ.ઓને આદેશ કર્યો
યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને યુવતીઓ કે જેઓ તેમના લગ્ન બાદ હાલ અભ્યાસમાં કાર્યરત હોય અને પ્રૃસતિની રજાઓની જરૃર હોય તેઓ માટે ચોક્કસ નિયમો ઘડવા માટે આદેશ કર્યો છે. યુજીસીએ યુનિ.ઓને જણાવ્યુછે કે મહિલા વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન મેટરનીટિ કે ચાઈલ્ડ કેર માટે પુરતા સમયની રજાઓ આપવામા આવે અને ખાસ છુટછાટો આપવામા આવે.
યુજીસી દ્વારા ૨૦૧૬મા તૈયાર કરાયેલા એમફીલ-પીએચડી રેગ્યુલેશન્સ અંતર્ગત એમફીલ કે પીએચડીમા અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે લગ્ન બાદ ગર્ભવતી હોય તો તેઓને પ્રસૃતિ માટે મેનટરનીટી લીવ આપવાની જોગવાઈ કરાઈ છે.જેમાં ૨૪૦ દિવસની પ્રૃસુતિની રજાઓ આપવાની જોગવાઈ છે. યુજીસીએ તાજેતરમાં તમામ યુનિવસટીઓને પરિપત્ર કરીને જણાવ્યુ છે કે તમારી સંસ્થામાં વિવિધ યુજી,પીજી કે પીએચડી સુધીના વિવિધ કોર્સમાં અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીને પ્રસૃતિની રજાઓ આપવા માટે ખાસ નિયમો નક્કી કરવામા આવે.
ઉપરાંત મહિલા વિદ્યાર્થી કે જેઓ પ્રસૃતિની રજાઓ પર તેઓને હાજરીથી માંડી પરીક્ષા ફોર્મ કે અન્ય એસાઈમેન્ટ પ્રોજેક્ટ સબમીશનની મુદતમાં વધારો કરી આપવાની અને અન્ય પ્રકારની છુટ છાટ આપવામા આવે. મહત્વનું છે કે યુનિવર્સટીઓ-કોલેજોમાં યુજી-પીજીમાં ઘણી પરણિત યુવતીઓ પ્રવેશ લે છે અથવા એમફીલ અને પીએચડીના અભ્યાસ દરમિયાન તેઓના લગ્ન થતા હોય છે અને લગ્ન બાદ પણ અભ્યાસ ચાલુ રાખે છે.