પોલીસ ભરતી ની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર, IPS હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી

Views 140

IPS હસમુખ પટેલે ટ્વીટ કરી એક મહત્તવપૂર્ણ માહિતી આપી છે. 15 મેદાનો પર ભરતીની શારીરિક ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સીધી પોલીસ ભરતીની શારીરિક કસોટી થશે.
Police Recruitment ની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર, IPS હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી
 

ગાંધીનગર : પોલીસ ભરતી માટે ગુજરાતના યુવાનો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. PSI તથા LRD માટેની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી ગયા છે. IPS હસમુખ પટેલે ટ્વીટ કરી એક મહત્તવપૂર્ણ માહિતી આપી છે. 15 મેદાનો પર ભરતીની શારીરિક ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સીધી પોલીસ ભરતીની શારીરિક કસોટી થશે. જેના કારણે અત્યારથી 15 સિલેકટેડ મેદાનોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ જવાનો ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે. પોલીસ ભરતીમાં ઉમેદવારોને મદદરૂપ થવાના તમામ પ્રયાસો પોલીસના ચાલુ છે. તેમણે ટ્વીટ કરીને આ કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાને મદદ માટે જોડાવા વિનંતી કરી છે.

હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી

અત્રે ઉલ્લેખનીય છે કે, PSI તથા LRD બન્ને માટે એક જ વખત પરીક્ષા લેવાશે જેની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે. 3 ડિસેમ્બરથી દોડની પરીક્ષા શરૂ થશે જે માટેના કોલલેટર OJAS વેબસાઈટ પરથી 26 નવેમ્બરથી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી. રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોને પણ રાહત આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી નાંખવામાં આવી છે. ઉમેદવારોએ શારીરિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ કરી  નાંખ્યું છે.

રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *