પાડલામાં પત્ની સાથે આડા સંબંધોનો વહેમ રાખી ફાયરિંગ કરનાર શખ્સને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો

Views 114

શંખેશ્વરના પાડલા ગામે ખેતરમાં ગયેલા યુવાન પર થયેલા ગોળીબારમાં છાતીમાં જીવલેણ ઈજા સાથે ઝાયડસ હોસ્પિટલ, સીતાપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત સરફરાજખાન કાલુમીયાં ભટ્ટી (ઉ.વ.31) ગામનાં ઈલિયાસ પજીમીયા ભટ્ટી સામે તેણે ફાયરીંગ કરીને ગંભીર હુમલો કર્યાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધવતાં પોલીસે આ અંગે આરોપી સામે આઇપીસી 307 તથા આર્મ એક્ટ મુજબ ગુનો નોધ્યો હતો. આરોપીએ પોતાની રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.તો પાટણ એલ સી બી પોલીસ દ્વારા આરોપી ને ઝડપી પાડ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ સરફરાજખાન તા. 1નાં રોજ સવારે પોતાનું બાઇક લઇને તેમનાં માવચરી નામનાં ખેતરમાં વાવેલા ચણા જોવા ગયેલા ને ત્યાંથી તેમનાં બીજા ખેતરે આંટો મારવા અત્રેનાં તાજીયાવાળા ખેતરનાં રસ્તે થઇને બાઇક પર જતા હતા ત્યારે ખેતરનાં સેઢા પર આવેલી બોરડીનાં ગુંદામાંથી ઇલિયાસ ભટ્ટીએ એકદમ તેમનાં બાઇકની આગળ આપીને ઉભા રહી ગયા હતા અને સરફરાજને કહેલ કે,‘તું મારી પત્નિ સાથે આડા સંબંધ કેમ રાખે છે?’ તેમ કહીને તેની કમરમાંથી ઇલિયાસે રિવોલ્વર કાઢીને સરફરાજને જાનથી મારી નાંખવાનાં ઇરાદે ત્રણ રાઉન્ડ વારાફરતી ફાયરીંગ કરતાં અકે રાઉન્ડ તેમની જમણી છાતીમાં અને બીજો રાઉન્ડ બગલની બાજુમાં વાગ્યો હતો ને ત્રીજો રાઉન્ડ તેઓ ખસી જતાં વાગ્યો નહોતો.

સરફરાજને ઇજાઓ થતાં તેણે બુમો પાડતાં ઇલિયાસ નાસી ગયો હતો. ને તેમનાં સગાઓ ઘટના સ્થળે આવીને તેમને પાડલાથી સીતાપુર હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ બનાવ ઇલીયાસની પત્નિ સાથે સરફરાજનાંઆડા સંબંધો હોવાનાં વહેમનાં કારણે બન્યો હતો. આરોપી ઇલીયાસમીયાં પુંજેમીયાં ભટ્ટી ને એલ.સી.બી.પાટણ તથા એલ.સી.બી.પાટણના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા હ્યુમન રીસોર્સ તથા ટેક્નીકલ એનાલીસીસ આધારે આરોપી ઇલીયાસમીયાં પુંજુમીયાં ભટ્ટી રહે.પાડલા તા.શંખેશ્વર જી.પાટણવાળાઓને પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ શંખેશ્વર પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *