પાટણ જીલ્લા કક્ષા નો કલા ઉત્સવ -2021 નો સ્પર્ધાત્મક કાર્યક્ર્મ યોજાયો.

Views 131

પાટણ જિલ્લા શિક્ષણાધકારીશ્રી ની કચેરી અને DIET (ડાયટ)ના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લા કલા ઉત્સવ 2021 આજ રોજ તા..12 oct 2021 ના રોજ ઉજવાઈ ગયો….
ઉપરોક્ત કલા ઉત્સવ માં પાટણ જિલ્લા માથી અંદાજિત 60 શાળાઓ એ ભાગ લીધો હતો…
કલા ઉત્સવ નો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ઓળખી તેમને પ્રોત્સાહિત કરી તેમની કલાનું મહત્વ વધારવાનો હોય છે…
ઉપયુક્ત સ્પર્ધાઓમાં પાટણ ની ખ્યાતનામ શાળા શેઠ બી એમ હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ પોતાની કલા ને ઉજાગર કરી શાળા પરિવારને ગૌરવ અપાવેલ છે….
કલા ઉત્સવ માં વિવિધ પ્રકારની ચિત્ર અને સંગીત ..નૃત્ય અને વાદ્ય ની સ્પર્ધાઓ પૈકી નૃત્ય સ્પર્ધામાં આ શાળાની વિદ્યાર્થીની પ્રજાપતિ પ્રાચી પ્રવીણભાઈ એ બીજો નંબર મેળવેલ છે…
તથા વિઝ્યુઅલ આર્ટ 2D સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં પરમાર સિદ્ધાર્થ મનોજભાઈ ધો.9 એ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ પરિવાર નું ગૌરવ વધાર્યું છે…
વિઝ્યુઅલ આર્ટ 2D ચિત્ર સ્પર્ધામાં બહેનોના વિભાગમાં શેઠ બી એમ હાઇસ્કુલ ની વિદ્યાર્થીની દરજી હેલી હર્ષદભાઈ ધો.10 એ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે….
ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લઇ શાળા પરિવારને ગૌરવ અપાવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જિલ્લામાં પ્રથમ નંબર મેળવવા બદલ રૂપિયા એક એક હજારનો પુરસ્કાર પણ મેળવેલ છે..
જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી આ વિદ્યાર્થી મિત્રો આગળ ની સ્પર્ધા ઝોન કક્ષાએ ભાગ લેવા માટે આગળ જશે…
કલા મહોત્સવ ની વિવિધ સ્પર્ધાઓમાં અગ્રેસર રહી શાળા પરિવાર ને ગૌરવ અપાવનાર મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *