પાટણ ગંજમાં કપાસ વેચીને ઘેર જતા ખેડૂતની રૂ.55 હજારની દોઢ તોલાની બે મરચીઓ ચોરાઇ

Views 119

પાટણ શહેરમાં જુના બસ સ્ટેન્ડથી પારેવા સર્કલ સુધી રીક્ષામાં બેસાડીને શિહોરીનાં એક કાકાનાં ખીસામાંથી રૂા. 7000ની રકમ સેરવી લેવાની ઘટનાની તપાસ ચાલી જ રહી જ છે ત્યાં વધુ એક ખેડૂતને રીક્ષામાં બેસાડીને અજાણ્યા શખ્સોએ તેમનાં પાકિટમાં મુકેલી સોનાની દોઢેક તોલાની રૂા.55000ની બે નંગ મરચીઓની ચોરી કરી ગયા હતા.

આ અંગેની મળતી માહિતી મુજબ કાંકરેજનાં રાનેરનાં રહિશ પથુજી લક્ષ્મણજી વાઘેલા (ઉ.વ.65) 11 મણ જેટલા કપાસ (રૂ) ભરીને પાટણનાં નવાગંજ બજારની પેઢી ખાતે આવી કપાસ વેચીને તેઓ ચાલતા બગવાડા દરવાજા આવીને એક કિલો ચાની ખરીદી કરીને પાટણનાં પાલિકા બજાર ખાતે આવ્યા હતા ને રીક્ષાની રાહ જોતા હતા. ત્યાં એક રીક્ષામાં આવતાં તેમાં તેનો ચાલક અને પાછળ બેઠેલા બે અજાણ્યા છોકરા બેઠેલા હતા, એ રીક્ષામાં બેસીને તેઓ ટી.બી. ત્રણ રસ્તા પાસે આવેલી એક હોટલ પાસે ઉતર્યા હતા.

આ પછી તેઓએ તેમની ગંજીનાં ખીસામાં હાથ નાંખતા તેમનું પાકિટ મળ્યું નહોતું. પાકિટમાં સોનાની રૂા.55000ની દોઢ તોલાની બે મરચીઓ હતી તે પણ મળી નહોતી. બાદમાં તેમણે તેમનાં દિકરાને આ વાત કરતાં તેઓએ પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *