પાટણના શખ્સે ઇડરની યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, યુવતીએ ઝીરો નંબરથી ફરીયાદ નોધાવી

Views 103

સરસ્વતી તાલુકાનાં એક શખ્સે ઇડરની એક યુવતીને પોતાનાં ઘરે લાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતાં તે ગર્ભવતી બની હતી. બાદમાં તેને તેનાં ઘરે ખાતે મૂકી આવીને શખ્સના પિતાએ યુવતીને ગર્ભપાત કરાવી લેવાની ધમકીઓ આપી હતી. જે અંગેની યુવતીએ પોતાના વતનમાં ઝીરો નંબરથી ફરીયાદ નોધાવી હતી. પરંતુ આ બનાવ સરસ્વતીનાં વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાની ત્યાંની પોલીસે આ ફરીયાદ વાગડોદ પોલીસ ખાતે મોકલતા પોલીસે યુવતી સાથે દુષ્કર્મ આચરનારા શખ્સ તથા તેના અન્ય સામે આઇપીસી 376/323/507(2) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાનાં એક શખ્સે તા. 1-3- 22ની તા. 23-1-23દરમ્યાન ઈડર ગામે રહેતી 29 વર્ષની એક યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવીને તેને લગ્ન કરવાની લાલચ આપી યુવતિ સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી અને તેને મારઝુડ કરીને તેને તેનાં ઘરે ઇડર ખાતે મુકી આવ્યા હતા ને એક શખ્સે તેને ગર્ભપાત કરાવી લેવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *