પાટણનાં સંડેરમાં મકાનમાંથી રૂ.1.98 લાખનાં સોનાનાં દાગીના સાથે પાંચ હજારની રોકડ લઇને શખ્સો ફરાર

Views 135

પાટણ તાલુકાનાં સંડેર ગામે આવેલા એક મકાનમાંથી તસ્કરો વહેલી પરોઢે રૂા. 1,93,000ની કિંમતનાં સાડા સાત તોલાનાં સોનાનાં દાગીના અને રૂા. 5000 રોકડા તથા એટીએમ કાર્ડ મળી ફુલે રૂા. 1,98,000ની મતાની ચોરી કરી ગયા હતાં.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ તાલુકાનાં સંડેર ગામે આવેલા શ્યામવિહાર બંગ્લોઝમાં રહેતા અને હાલ અમદાવાદનાં છત્રાલ પાસેની ટોરેન્ટો કંપનીમાં નોકરી કરતા ને અમદાવાદમાં જ રહેતા રોનકભાઇ ભગવાનભાઇ પટેલની માતા જશીબેન પણ તેમની સાથે અમદાવાદમાં જ રહે છે. તેમનાં વતન સંડેરમાં તેમનાં કાકાની દિકરીનાં લગ્ન હોવાથી છેલ્લા 10 દિવસથી તેમની માતા સંડેર ખાતે રહેવા ગયેલા આ માતા તેમનાં સંબંધીને એરપોર્ટ પર મૂકવા અમદાવાદ ગયા હતાં.

રોનકભાઇ ઉપર તેમનાં કાકા અલ્કેશભાઇએ ફોન કરીને કહેલ કે, તમારા (રોનકભાઇ) ઘરનું તાળું તુટેલું છે. તેથી રોનકભાઇ તાત્કાલિક તેમનાં ઘરે સંડેર આવ્યા હતા ને ઘેર આવીને જોયું તો તેમનાં ઘરમાં સામાન વેરીવખેર પડ્યો હતો. તિજોરી તપાસતાં અંદરથી રૂા.5000 રોકડા તથા તેમની માતાનું સેન્ટ્રલ બેંકનું એટીએમ કાર્ડ તથા તેમની માતાનાં 20 વર્ષ પહેલા બનાવેલા સોનાનાં સાડા સાત તોલાનાં દાગીના જેમાં સોનાની મગમાળા, સોનાની બંગડીઓ, સોનાની ચેન, વીંટી વિગેરેની ચોરી કરી ગયા હતાં. જે અંગે તેમણે બાલીસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *